જ્યારે પણ દેશની પાવર ફૂલ બિઝનેસ વુમનની વાત આવે છે ત્યારે નીતા અંબાણીનું નામ લેવાય છે.કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ એક મહિલાનોં હાથ હોય છે આ કહેવત નીતા અંબાણીએ સાબિત કરી છે . નીતા અંબાણીને કોઈ ઓળખની જરૂર નથી તો પણ જણાવી દઈએ કે તેઓ ભારતીય ઉદ્યોગપતી મુકેશ અંબાણીના પતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક ડાયરેક્ટર પણ છે. તેમને 3 સંતાનો છે, આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી.

ભલે આજે નીતા અંબાણી એક રોયલ જીવન જીવી રહ્યા છે પણ એક સમય એવો પણ હતો જ્યારે તે સ્કૂલ ટીચરની નોકરી કરતા હતા.૫ણ કહેવાય છે ને કે સમયનું પાસું ક્યારે ફરે તેની કોઈને ખબર હોતી નથી. આવું જ નીતા અંબાણી સાથે પણ થયું. તેમનું જીવન એવું તો બદલાયું કે આજે તેઓ ટોચની બિઝનેસ વુમનનું સ્થાન ધરાવે છે. સિમ્પલ અને સોબર લુક ધરાવતા નીતા અંબાણી તેમની આ માટે 3 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે… આ સાથે તેમને મોંઘી ઘડિયાળનોં પણ શોખ છે. લક્ઝરી બ્રાન્ડના પર્સથી લઈને સેન્ડલ પણ તેમના વોર્ડરોબમાં સામેલ છે. તેઓ જે સાડીઓ પહેરે છે તેની કિંમત પણ કંઈ ઓછી નથી. તેમની કેટલીક ખાસ સાડીઓની કિંમત 40 લાખ રૂપિયા છે.

સોનાની બોર્ડર વાળા કપમાં ચા પીએ છે નીંતા અંબાણી

નીતા અંબાણી જે કપમાં ચા પીએ છે તે તેઓ જાપાનથી મંગાવે છે… સૌથી જુના ક્રોકરી બ્રાન્ડ નોરીટેકનાં કપમાં નીતા અંબાણી ચા પીવે છે. નોરીટેક ક્રોકરી ૫૦ પીસ ના સેટમાં આવે છે. તેની સૌથી ખાસ વાત એ છે કૅ તેમાં સોનાની બોર્ડર હોય છે, જેની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. તેવામાં એક કપ ચાની કિંમત ૩ લાખ રૂપિયા થાય છે.

નીતા અંબાણી ઘડિયાળ માટે આ બ્રાન્ડ કરે છે પસંદ

નીતા અંબાણીના શોખમાં ઘડિપાળનોં પણ સમાવેશ થાય છે. તેઓ ખાસ કરીને બુલ્બારી, કાર્ટિયર, રાડો, ગુચો, કૅલ્વિન કૅલિન અને ફ્રોસિલ જેવા બ્રાન્ડની ઘડિપાળપર પોતાની પસંદ ઉતારતા હોય છે. તેની અન્ય એક ખાસિયત છે કે આ બ્રાન્ડની ઘડિપાળોની કિંમત દોઢથી બે લાખ રૂપિચાથી શરૂ થાય છે.

નીતા અંબાણીને લિપસ્ટીક નો પણ છે ભારે શોખ.

જ્યારે કોઈ ફંક્શન હોય ત્યારે નીતા અંબાણી ખૂબ જ જાજરમાન દેખાય છે. આ સાથે તેનો સમિપ્લ લૂક પણ નીખરી આવે છે. તેમના દીકરાની સગાઈમાં તેઓએ જે સાડી પહેરી હતી તેની કિંમત 40 લાખ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને ઘરેણા અને લિપસ્ટીકનો પણ જબરો શોખ છે. તેઓ કસ્ટમાઈઝ લિપસ્ટીકનો યૂઝ કરે છે.

તેમનું ખાસ પ્રકારનું લિપસ્ટીક કલેક્શન લગભગ 40 લાખ રૂપિયાનું છે.

 

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *