ઝારખંડ ના પાટનગર રાંચી  પાસેના એક ગામમાં બે માળના મકાનની છત પર તૈયાર કરવામાં આવેલું 35 ફુટ લાંબું, 12 ફુટ પહોળું અને 6 ફુટ ઊંચું પ્લેન  ચર્ચાનો વિષય બની ગયું છે. ઈન્ડિગો નામનું આ પ્લેન ભલે સીમેન્ટ અને ર્કોક્રિટથી બનેલું છે પરંતુ તેની પાછળનું અનોખું કારણ જાણીને સમગ્ર વિસ્તારમાં તે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. 52 વર્ષીય જાકિરએ જણાવ્યું છે કે તેમની 6 વર્ષની પૌત્રી અતિકા અફ્શાં અને 5 વર્ષની પૌત્રી નૂરા પરવીન અનેકવાર તેમને પ્લેનમાં લઇ જવાની જીદ કરતી રહેતી હતી.

ઝારખંડ ના પાટનગર રાંચી  પાસેના એક ગામમાં બે માળના મકાનની છત પર તૈયાર કરવામાં આવેલું 35 ફુટ લાંબું, 12 ફુટ પહોળું અને 6 ફુટ ઊંચું પ્લેન (ચિંક્ષાલ્) ચર્ચાનો વિષય બની ગયું છે. ઈન્ડિગો નામનું આ પ્લેન ભલે સીમેન્ટ અને ર્કોક્રિટથી બનેલું છે પરંતુ તેની પાછળનું અનોખું કારણ જાણીને સમગ્ર વિસ્તારમાં તે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. 52 વર્ષીય જાકિરએ જણાવ્યું છે કે તેમની 6 વર્ષની પૌત્રી અતિકા અફ્શાં અને 5 વર્ષની પૌત્રી નૂરા પરવીન અનેકવાર તેમને પ્લેનમાં લઇ જવાની જીદ કરતી રહેતી હતી.

 તેઓ બાળકોને હેલિકોપ્ટર અને પ્લૈનના રમકડા અપાવીંર્ને ફોસલાવવાનો પ્રયાસ કરતા હતા.

પરંતુ બાળકો નાના રમકડાથી માને એમ નહોતા. એવામાં લૉકડાઉનના ઠીક ત્રણ મહિના પહેલા જાન્યુઆરી 2020માં જાકિરે પોતાની છત પર સીમેન્ટ-કોંક્રિટથી પ્લેનનું નિર્માણ કરાવવાનું શરુ કર્યું.શરૂઆતમાં જાકિરની પત્ની અસગરી ખાતૂનને આ બધું એકગાંડપણ લાગ્યું. પરંતુ જેમ જેમ આ અનોખા નિંર્ણયની ચર્ચા વધતી ગઈ. પરિવારનો સહયોગ પણ જાકિરને મળવા લાગ્યો. આ નિર્માણાઘીન પ્લેન પર જાકિરે લગભગ 9-10 લાખરૂપિયાનો ખર્ચ કર્યો છે અને હજુ તેમાં વધુ એક લાખ રૂપિયાનો ખર્ચ થશે.

જાકિરે ખૂબ જ ઉત્સાહ સાથે જણ કે પ્લેનનીં અંદર બેસવા માટે 18 ખુરશીંઓ હશે. સાથોસાથ કોંકપિટમાં પાયલટ માટે અલગથી એક ચેરની સાથે સ્ટિયરિ’ગ પણ હશે. સફેદ, બ્લૂ અને આસમાની રંગના ઈન્ડિગો નામના આ પ્લેનને જોવા માટે દરરોજ અનેક લોકો જાકિરના ઘરે આવે છે.

જાકિરે જણાળ્યું કે પ્લેનની અંદર બાળકો માટે એલસીડી, કમ્પ્યુટર  અને બાળકોના મનોરંજન માટે વીડિયો ગેમ સહિત તમામ સુવિધાઓ હશે. ચાર બાળકોના પિતા જાકિરની ઈરછા છે કે ઢળતી ઉમરમાં પોતાની પત્ની અને તમામ પરિવારની સાથે છત પર જ આ પ્લેનમાં બેસીને જીવનનો આનંદ માણે છે.

 

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *