વિદૂર નીતિ અનુસાર મહિલાઓની રક્ષા સમાજના સૌથી મોટું કર્તવ્ય છે. વિદૂરે પોતાની આ નીતિના મતમાં જે વાતોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં મહિલાઓની રક્ષા અને સન્માન કરવા પાછળ નીચેના આ કારણો જણાવાયા છે. અમે તમને જણાવીશું કે કારણો ક્યાં ક્યાં છે.

પૂજનીયા મહાભાગાઃ પુણ્યાશ્ર્ચ ગૃહદીપ્તયઃ |
સ્ત્રિયઃ શ્રિયો ગૃહસ્યોત્ત્કાસ્તમાદ્રક્ષ્‍યા વિશેષતઃ ||

કહેવત છે કે પુરુષ એ એક કૂળને તારે પણ સ્ત્રી એ પોતાના પિતા અને પોતાની સાસરી એમ બે કૂળને તારે છે. સ્ત્રીએ ઘરની આબરું અને શોભા માનવામાં આવે છે. સ્ત્રીઓના માન સન્માનથી વધારે કઈં પણ નથી. ઘરની કોઈ પણ પરિસ્થિતિ હોય સ્ત્રી કોઈને કળવા દેતી નથી. પરિવારની શાખ અને પ્રતિષ્ઠા સતત વધતી રહે તે રીતે વર્તે છે. ઘરને સુંદર અને સુશોભિત રાખે છે. પોતાની વિશેષ આવડતથી ઘરને સ્વચ્છ રાખીને સજાવે છે.

એક સ્ત્રી એક સ્ત્રી જ નથી હોતી પણ તેના જીવનના અનેક રૂપો જોવા મળે છે. તે કોઈની દીકરી, તો કોઈની બહેન, કોઈની પત્ની તો કોઈની માતા, તો કોઈની ભાભી તો કોઈની પુત્રવધુ તરીકે દરેક સંબંધોમાં ઓતપ્રોત રહે છે. તે દરેક સંબંધ સુપેરે નિભાવે છે. જીવનભર તે સંબંધોનું નિર્વહન ખુબ જ જવાબદારી સાથે કરે છે. સ્ત્રીઓ બહું જ સહનશીલ અને કર્તવ્યશીલ હોય છે. તે અનેક નાની નાની બાબતોને ભૂલી જઈ એક માતૃવત પરિવારનું જતન કરે છે. તેથી સ્ત્રીઓ આદર અને સન્માનની અધિકારી છે. તેનું સન્માન કરવું જોઈએ.

વિદૂર નીતિ કહે છે કે સ્ત્રીઓ લક્ષ્‍મી સ્વરૂપ માનવામાં આવે છે. હિંદૂ ધર્મમાં કોઈ મહિલાના જન્મ પર કહેવાય છે કે અમારે ત્યાં લક્ષ્‍મીજી પધાર્યા છે. જ્યારે કોઈ સ્ત્રી લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે તેનું નસીબ ત્યાંના લોકો સાથે જોડાય જાય છે. મહિલાના શુભ પગલાં થતાં જ ઘરમાં શ્રેષ્ઠતા અને સંપન્નતા બની રહે છે. જે ઘરમાં મહિલાઓ ખુશ, સુખી અને સ્વસ્થ હોય ત્યાં હમેંશા લક્ષ્‍મીનો વાસ રહે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *