જેતપુર તાલુકાના જેતલસરમાં થયેલી તરુણીની હત્યાની તપાસ જિલ્લા પોલીસ વડાને સોંપવામાં આવી છે. આ કેસમાં આરોપીને ઝડપથી સખત સજા મળે એ માટે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર પણ મૂકવામાં આવશે અને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે એવું પણ જાણવા મળે છે.

આજે સૃષ્ટિ રૈયાણી હત્યા મામલે પરિવારજનોને સાંત્વના આપવા રાજ્ય મંત્રી દોડી આવ્યા હતા. તેમની સાથે રાજકોટ જિલ્લા પોલીસવડા, જેતપુરના ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.

હત્યામાં એકલો જ હોવાનું આરોપીનું રટણ
જેતપુર તાલુકા પીએસઆઈ સહિતના સ્ટાફે આરોપી જયેશ પાસેથી વધુ વિગતો મેળવવા કવાયત હાથ ધરી છે. રિમાન્ડના બીજા દિવસે જયેશ આ બનાવમાં પોતે એકલો જ હોવાનું રટણ કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પાટીદાર સમાજનું જેતપુરમાં આવેદન
સૃષ્ટિ હત્યા મામલે જેતપુર શહેર અને તાલુકાના પાટીદાર સમાજે આજે જેતપુરમાં સરદાર ચોકથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજી હતી. મામલતદારને આવેદન આપી હત્યાના આરોપીને કડક સજા કરાવવા માગ કરી હતી.

મુનાફ બકાલી, જેતપુરઃ રાજકોટ જિલ્લાના (Rajkot) જેતપુર (Jetpur) તાલુકાના જેતલસર ગામમાં (Jetalsar village) બે દિવસ પહેલા એક પટેલ યુવતીની (patel girl murder) સરા જાહેર હત્યા તેના ઘરે જઈને કરવામાં આવી હતી. જેતલસર ગામના પાણીના ટાકા પાસે રહેતા કિશોરભાઈ રૈયાણીની દીકરી શ્રુષ્ટિ કિશોરભાઈ રૈયાણીની તેના  ઘરે જ જયેશ ગિરધર સરવૈયાએ 28 જેટલા છરીના ઘા મારીને (attack with knife) હત્યા કરી નાખી હતી. સાથે મરનાર શ્રુષ્ટિના ભાઈ હર્ષને પણ છરીના ઘા મારીને ઘાયલ ર્ક્યો હતો.

ઘટનાના પગલે જેતપુર તાલુકા પોલીસ ગણતરીની કલાકોમાં જ જયેશ ગિરધરને પકડી પડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન આ ઘટનામાં આરોપીની ધરપકડ થયા બાદ જેતપુરના ધારાસભ્ય અને રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયા (Jayesh Radadia) પીડિત પરિવારને મળવા માટે જેતલસર આવી પહોંચ્યા હતા તેમણે આ કેસ અંગે સરકાર તરફથી કસવામાં આવેલા મજબૂત ગાળિયા વિશે માહિતી આપી હતી.

જયેશ રાદડિયાએ જણાવ્યું ‘આ કેસમાં જે નરાધમ છે તેને કડકમાં કડક સજા થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.દીકરી સગીર હોવાથી આ કેસમાં પોકસોની કલમ (Pocso)ઉમેરવામાં આવી છે. આ કેસ ઝડપમાં ઝડપથી ચાલે તે માટે મેં મીટિંગ કરી હતી. હું મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રૂબરું મળ્યો હતો. આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. સરકારે આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂક કરી છે.’

‘આ કેસમાં પોલીસ મથક અને કોર્ટ વચ્ચે જે કાગળિયાની આપલે, વ્યવહાર થવાની છે તેના માટે સરકાર તરફથી પેરવી ઑફિસરની નિમણૂક પણ કરવામાં આવી છે. રાજકોટના એસ.પી. આ કેસની તપાસ કરશે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના નેજા હેઠળ ગાંધીનગરમાં જે દર 15 દિવસે મીટિંગ યોજાતી હોય છે તેમાં આ કેસનું ફોલોઅપ લેવાશે. નરાધમ કાયદામાંથી કોઈ પણ રીતે છટકી ન જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. મારી દીકરી હોય એમ કેસ હેન્ડલ કરી રહ્યાં છીએ, કોઈ કચાશ છોડવમા નહીં આવે’

શું ઘટના બની શા માટે શ્રુષ્ટિની હત્યા કરવામાં આવી? જેતપુર તાલુકાનું જેતલસર ગામ એક નાનું એવું ગામ, થોડા સમય થી જયેશ ગિરધર સરવૈયા અહીં રહેવા માટે આવ્યો હતો અને અહીં જ ગામ માં કડિયા કામ કરી ને ગુજરાન ચલાવતો હતો, જયેશે જેની હત્યા કરીએ તે યુવતી શ્રુષ્ટિ ના મમ્મી તેના દૂરના બેન થાય જયેશ સરવૈયા અને મરનાર શ્રુષ્ટિ ના બેન બંને મામા ફઈના ભાઈ બેન થાય જેના હિસાબે જયેશનો આવરોજવરો મૃતક શ્રુષ્ટિના ઘરે હતો, જયેશ એક તરફી શ્રુષ્ટિના પ્રેમમાં હતો અને તે અવારનવાર શ્રુષ્ટિની પાછળ પાછળ તેની સ્કૂલ સુધી જતો અને અનેક વખત તેને રસ્તામાં શ્રુષ્ટિને ઉભી રાખી હતી.

જયારે જયારે જયેશ શ્રુષ્ટિની પાછળ તેની સ્કૂલ સુધી જતો અને તેને રસ્તામાં ઉભી રાખતો હતો જે વાત શ્રુષ્ટિ એ તેના ઘરે તેના પિતા કિશોરભાઈ અને માતાને કહી હતી કે જયેશ આવું કરે છે જેને લઈ ને  શ્રુષ્ટિ ના માતા પિતા એ જયેશ ના પિતા ગિરધરભાઈ ને કરી હતી જેને લઈ ને ગુસ્સે ભરાયેલ પિતા ગિરધરભાઈ એ તેના પુત્ર ને ઘરે થી કાઢી મુક્યો હતો અને જયેશ તેના મામા ના ઘેર જેતલસર ગામ માં જ રહેતો હતો.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *