ગણેશચતુર્થી ના પાવન અવસર પણ ગુજરાત ની હીરા ની નગરી સુરત મા વિશ્વ ના સૌથી મોંઘા ગણેશ ની મૂર્તિ નું આગમન થયું છે. આ ગણપતિ ની મૂર્તિ ની સ્થાપના સુરતમા જ કરવામાં આવેલ છે. સુરત ના હીરા ના મોટા વેપારી કનુભાઈ આસોદરીયા એ કરેલી છે. વર્લ્ડ રેકોર્ડ મા આ હીરા ને દુનિયા ના સૌથી યુનિક હીરા મા ગણના થાય છે. અદભુત, અવિશ્વસનીય, અકલ્પનીય, આવા શબ્દો તમારા મોંમાંથી નીકળી જશે કે, જ્યારે તમે સુરતના વિશ્વના સૌથી દુર્લભ કહી શકાય એવા ગણેશા જોશો.

સુરત ના આ હીરા ની કિંમત પ્રસિદ્ધ હીરા કોહિનૂર કરતા પણ વધારે છે, કેમકે આ સુરત ના વેપારી એ કાચા હીરાની ૧૮૨.૩ કેરેટ ના ગણેશ ની મૂર્તિ ની સ્થાપના કરી છે. આ મૂર્તિ સંપૂર્ણપણે કુદરતી રીતે આકાર મા છે જે આ હીરા ને વધુ કિંમતી અને સુંદર બનાવે છે. વેપારી કનુભાઈ ના જણાવ્યા મુજબ ૧૨ વર્ષ પહેલા બેલ્જીયમ થી આવેલા કાચા હિરામાંથીજ આ હીરા તરીકે મૂર્તિ મળી આવી હતી.

આ મૂર્તિ ને જોવા માટે દેશ-વિદેશ થી પણ લોકો જોવા આવી રહ્યા છે,ઉપરાંત ઘણી જાણીતી હસ્તીઓ પણ દેશ વિદેશ થી આ હીરા ની મૂર્તિ ના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. આ મૂર્તિ ની કિંમત કોહિનૂર હીરા કરતા ઓપન વધારે છે કેમકે , કોહિનૂર હીરો ૧૦૫ કેરેટ નો છે જયારે આ હીરો ૧૮૨.૩ કેરેટ ૫૩ સેન્ટ નો છે. આથી બજાર મા આ મૂર્તિ ની કિંમત આશરે ૬૦૦ કરોડ રૂપિયા માનવામાં આવે છે. આ ગણેશજી ની મૂર્તિ ના દર્શન કરવા માટે અમેરિકા ના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે મૂર્તિ મંગાવી હતી. આ દુર્લભ કહી શકાય તેવા રફ ડાયમંડનાં ગણપતિ ડાયમંડ સીટી સુરતની ચમક બનીને ચમકી રહ્યાં છે. અને લોકોની આસ્થાનું પ્રતિક પણ છે.

આ મૂર્તિ ની તસ્વીરો પણ અમુક મહત્વપૂર્ણ વ્યક્તિઓ પાસે જ છે. અમેરિકાના કેલિફોર્નિયા ના મંદિર મા આ મૂર્તિ ની તસવીરો છે. આ ગણેશજીની પૂજા-અર્ચના કરી વેપારી પરિવાર ધન્યતા અનુભવે છે.

By Arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *