ગણેશ ચતુર્થી ના પાવન અવસર પર મેઘરાજે આપ્યા આનંદ ના સમાચાર. રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહમાં હળવાથી ભારે વરસાદને પગલે ખેડૂતોને રાહત મળી છે તો 206 જળાશયો 61 ટકા જેટલા ભરાઈ ગયા છે. નર્મદા ડેમ પણ 51 ટકા ભરાઈ ગયો છે. વરસાદ આપતી એક સાથે 3 સિસ્ટમ એક્ટિવ થતાં ઉત્તર ગુજરાતમાં હળવાથી અતિભારે વરસાદ વરસ્યો.

ગુરુવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં સારા પ્રમાણમા વરસાદ થયો હતો. બુધવાર સાંજે વરસાદ શરુ થયો હતો જે બીજા દિવસે એટલે કે ગુરુવારે સાંજ સુધી વરસ્યો હતો. જેમાં સૌ થી વધુ મેઘરજ મા 7.24 ઇંચ , મોડાસામા 4.32 ઈંચ વરસાદ થયો હતો.

સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી મા પણ ખુબ પાણી ની પ્રવાહ આવતા 59 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેમાં 17 જેટલા ગામો ને હાઈ એલર્ટ પર રાખવામાં આવેલ છે. ગુજરાત મા છેલ્લા 1 અઠવાડિયા થી વરસી રહેલા વરસાદ ના પગલે વરસાદ ની ઘટ મા 10 % જેટલો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાત મા સીઝન નો 624.8 મીમી જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. જયારે જીવનદોરી જેવો નર્મદા ડેમ 51 % જેટલો ભરાય જવાથી થોડી રાહત નો અનુભવ થાય છે.

શેત્રુંજી ડેમ મા સતત બીજા વર્ષે સારી પાણી ની આવક થવાથી સૌરાષ્ટ્રવાસીઓને મોટી રાહત નો અનુભવ થાય છે. ગઈકાલે 2 વાગ્યે ડેમ ના 59 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને 12 જેટલા ગામો ને હાઈ એલર્ટ પણ અપાઈ હતી.
શેત્રુંજી નદી ગીરના જંગલમાંથી નીકળે છે. તથા 227 કિલોમીટરનો લાંબો પ્રવાસ કરીને ખંભાતના અખાતને મળે છે. ડેમના દરવાજા ખોલી દેવાયા બાદ પાણીની આવક ઘટીને 1550 ક્યુસેક થઈ હતી. શેત્રુંજી ડેમ રવિ તથા ઉનાળુ પાક માટે આશીર્વાદરૂપ છે.

હવામાન વિભાગ મુજબ આજે પણ ભારેથી અતિભારે વરસાદ ની શક્યતાઓ છે. તેમના મુજબ શુક્રવાર સવારે 8.30 થી શનિવાર સવારે 8.30 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા ના કેટલાક વિસ્તારો મા ભારે વરસાદ ની આગાહી છે.

 

By Arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *