ચમત્કાર નો કોઈ સમય નિશ્ચિત હોતો નથી તે કોઈ પણ સમયે થઇ શકે છે. જેના પુરાવા કચ્છ મા થયેલો ચમત્કાર સાચો સાબિત કરે છે. કચ્છના લક્ષ્મીનારાયણ મંદિર ની ઘટના થી સાબિત થાય છે કે શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કોઈ પણ કાર્ય શક્ય બને છે. આ લક્ષમી નારાયણ મંદિર અંજાર તાલુકાના ખેડોઇ ગમે આવેલું છે.ગામ ના લોકો પાસે થી મળતી વિગત અનુસાર 1945 મા પટેલવાસમા વડીલો દ્વારા લક્ષ્મીનારાયણના મંદિર નું નિર્માણ કરાયું હતું. જ્યાં આ ચમત્કારી ઘટના બની હતી. જેને જોઈ ને લોકો આશ્ચર્ય મા મુકાઈ ગયા હતા. આ જોઈ સૌ કોઈ લોકો મા કુતુહુલ સર્જાયું હતું.

ગઈ કાલે આ મંદિર નું શિખર કોઈ કારણોસર જર્જરિત થયું હતું જેથી તેને હોમહવન દ્વારા 8-9-2021 ના રોજ નવું શિખર બનાવવા જુના શિખરને હટાવતા તે જગ્યા પરથી આશરે 75 વર્ષ જૂનો તાંબા નો સિક્કો નીકળ્યો જેમાં મંદિર ના નિર્માણ ની તારીખ અને સમય નો ઉલ્લેખ જોવા મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે ” માગસર સુદ છઠ, સોમવાર સવંત 2002, મહારાવ વિજેરાજજી ના વખતમા “. અને ચોંકાવનારી વાત એ છે કે, સિક્કા ની નીચે 75 વર્ષ જૂની લાપસી ની પ્રસાદી પણ મળી આવી હતી, પણ આશ્ચર્ય ની વાત તો એ છે કે આ લાપસી ને જોતા એમજ લાગતું હતું કે હમણાં જ બનાવી હોય. તેમાંથી ઘી ની સુગંધ પણ આવે છે.

આ ઘટના ને ચમત્કાર સમજો કે વિજ્ઞાન ની કરામત જે હોય તે ભાવનાત્મક ભક્તો એ તે પ્રસાદ ખાય ને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ની જય બોલાવી હતી.અને લક્ષ્મીનારાયણ ભગવાન ની પ્રત્યક્ષ પોત પોતાનો ભાવ દર્શાવ્યો હતો. આ ઘટના ને જોયા બાદ ભાવિકો ધન્યતા નો અનુભવ કરતા હતા.

By Arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *