સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે મહેસાણા પહોંચેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, આજના દિવસે તમને જાત-જાતના પ્રશ્નો થતાં હશે. પરંતુ મેં જ દરખાસ્ત મુકી હતી નવા મુખ્યમંત્રી માટે. નવા મુખ્યમંત્રી આપણા જ છે અને આપણા સાથી જ છે.

અઠવાડિયામાં પાંચ વખત ભૂપેન્દ્ર ભાઈ મારી ઓફીસે આવે છે : નીતિન પટેલ

તો ભૂપેન્દ્ર પટેલને લઈને પણ મહત્વનું નિવેદન આપતા નીતિન પટેલે કહ્યું હતું કે, આજનું મારું સ્થાન કડી, મહેસાણાને આભારી છે અને મને કોઈ કાઢી શકે તેમ નથી અનેક ચડતી-પડતી મેં જોઈ છે. આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, આજે પણ અઠવાડિયામાં પાંચ વખત ભૂપેન્દ્ર ભાઈ મારી ઓફીસે આવે છે. હું તો આખા બોલો છું, આપણે તો મહેસાણા જિલ્લો એટલે જે આવે એ બોલી દઉં.કોઈને ખરું લાગે કે ખોટું લાગે એ મારે નથી જોવાનું, મારે તો પ્રજાના કામ થાય તે જોવાનું છે.

એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું : નીતિન પટેલ

નીતિન પટેલે કહ્યું હતું કે, ટીવી મીડિયા ગમે તેને ગમે તે બનાવી દે છે.મારુ એકલાનું નહીં પરંતુ ભલ-ભલાના ટીવીમાં નામ ચાલતા હતા એટલે એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું.બીજા રાજ્યો દેવાળિયા થઈ ગયા, આજે નાણામંત્રી તરીકે કહેતા ગર્વ થાય છે કે ગુજરાતમાં ક્યાંય કસર રહેવા દીધી નથી.

ગુજરાતના નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં આવતીકાલે જ મુખ્યમંત્રી પદના શપથ લેવાની નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાત કરી હતી. ત્યારે મંત્રી મંડળને લઈને પાટીલે મોટું નિવેદન આપ્યું છે.

ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આવતીકાલે માત્રને માત્ર રાજ્યના નવા મુખ્યમંત્રી જ શપથ લેવાના છે.નવું મંત્રીમંડળ બનશે તે ચર્ચા બાદ નક્કી કરીશું.

By arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *