શનિવારે બપોર બાદ અચાનક ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો ફેરફાર આવ્યો હતો. તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકાએક રાજભવન પહોંચીને રાજીનામુ આપતા ગુજરાતમાં રાજકારણમાં એક પ્રકારે રાજકારણમાં ઘણો મોટો પલ્ટાો આવ્યો હતો. ત્યારે વિજય રૂપાણી બાદ મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને અનેક ચર્ચાઓ ચાલી હતી. ગુજરાત આખામાં નવા મુખ્યમંત્રી ની રાહ જોવાઈ રહી હતી.

જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા થી માંડીને નિતિન પટેલ સહિતના 4 નામો ચર્ચામાં હતા. ત્યારે ગુજરાતની રાજકીય સ્થિતિનો લાભ બુકીઓએ લીધો હતો. જેમાં શનિવારે સાંજે કૌન બનેગા મુખ્યમંત્રી પર સટ્ટો જાહેર કર્યો હતો અને છેલ્લાં 22 કલાકમાં સમગ્ર ગુજરાતમાં સટ્ટોડીયાઆએ રૂપિયા 600 કરોડનો સટ્ટો રમ્યા હતા. જો કે છેલ્લી ઘડીએ ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર થતા સટ્ટોડીયાઓએ તમામ નાણા ગુમાવતા બુકીઓ માલામાલ થઇ ગયા હતા.

સટ્ટા બજાર માં રાજકારણી ઓ નો ભાવ :-

કેેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલા, નિતિન પટેલ, પ્રફુલ પટેલના નામો ખુલ્યા હોવાથી સટ્ટોડિયાઓની સૌ પ્રથમ પસંદગી મનસુખ માંડવિયા હતી.
જેમાં 30 પૈસા ભાવ મનસુખ માંડવિયાનો ખુલ્યો હતો.
પરષોતમ રૂપાલા માટે 20 પૈસા અને નિતિન પટેલ માટે 18 પૈસા ભાવ હતો.
જેમાં માત્ર 22 કલાકમાં જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને સુરતમાંથી સટ્ટોડિયાઓએ રૂપિયા 600 કરોડનો દાવ લગાવી દીધો હતો. જેમાં સૌથી વધારે 400 કરોડનો સટ્ટો માત્ર સૌરાષ્ટ્રમાંથી રમાયો હતો. રવિવારે બપોરે બે વાગે બુકીઓએ ભાવ લેવાનું બંધ કર્યું ત્યારે મનસુખ માંડવિયા માટે 35 પૈસા અને નિતિન પટેલ માટે 25 પૈસા સુધીનો ભાવ પહોંચી ગયો હતો.

જો કે છેલ્લી ઘડીએ ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનું નામ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવતા તમામ સટ્ટોડીયાઓએ રૂપિયા 600 કરોડની મોટી રકમ ગુમાવી હતી. સટ્ટોડીયાાઓના મતે ગુજરાતના મુખ્યમંત્રી પર સૌ પ્રથમવાર સટ્ટો રમાયો હતો. જો કે છેલ્લી ઘડીએ સરપ્રાઇઝ આપવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપધ્ધતિએ સટ્ટોડિયાઓને રડાવ્યા હતા. તો બુકીઓ કમાઇ ગયા હતા.

By arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *