ચૂંટણીથી ઠીક પહેલા પટેલ સમાજના મુખ્યમંત્રી ચૂંટાવા પર હાર્દિકે કહ્યુ કે વિશેષ સમાજના મુખ્યમંત્રી ગુજરાતના લોકો માટે કોઈ મહત્વ નથી ધરાવતા. તેમણે કહ્યુ કે સીએમ કોઈ સમાજના નહિ પરંતુ આ રાજ્યના હોય છે.

એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરન્યુમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કહ્યુ કે વિજય રૂપાણી સરકાર દ્વારા કોરોના વાયરસ મહામારીના કુપ્રબંધન અને રાજ્યમાં ફેલાયેલી બેરોજગારીને લઈને અમારી પાર્ટી દ્વારા સતત ચલાવવામાં આવેલા અભિયાનને કારણે જ ભાજપ ઝૂકવા માટે મજબૂર થઈ અને વિજય રૂપાણીને તેમના પદેથી હટાવવામાં આવ્યા.

એ કયા મુદ્દાઓ હશે જેને કોંગ્રેસ રાજ્ય ચૂંટણીમાં ઉઠાવશે?

આના પર હાર્દિકે કહ્યુ કે એવા ઘણા બધા મુદ્દાઓ છે જેને લઈને ગુજરાતીઓમાં ગુસ્સો છે. પરંતુ બે મુદ્દાઓ સૌથી મોટા છે. એક તો બેરોજગારી અને બીજુ કોરોના કુપ્રબંધન. અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે લોકો ભાજપના ઉખાડી ફેંકશે. જ્યારે પીએમ અહીં આવીને રેલીઓ કરે છે ત્યારે બધુ બદલાઈ જાય છે. અમે જોયુ છે કે ગઈ વખતે તેમણે ઘણી રેલીઓ કરી હતી જેણે ચૂંટણીને ભાજપના પક્ષમાં વાળી લીધી.

આના જવાબમાં હાર્દિકે કહ્યુ કે તેમછતાં પણ કોંગ્રેસ માત્ર 10 મતોથી હારી. એ દર્શાવે છે કે પીએમ કોઈ કારણ નથી. જુઓ, રાજ્યની જનતા એક એવા પીએમ પાસે જવા માંગે છે જે તેમની સમસ્યાઓનુ સમાધાન કરશે. એ પીએમ પાસે કેમ જાય? તમે ગુજરાતના લોકો પાસે એવી આશા ન રાખી શકો કે તે પોતાની સમસ્યાઓના સમાધાન શોધવા માટે દિલ્લી તરફ ભાગતા રહેશે. ગુજરાતના પીએમ નહિ સીએમ જોઈએ.

કોંગ્રેસની વર્તમાન સ્થિતિને જોતા જ્યારે હાર્દિકને પૂછવામાં આવ્યુ કે તમને લાગે છે કે કોંગ્રેસ 2022માં કંઈ કમાલ કરી શકે છે?
આ પ્રશ્નના જવાબમાં હાર્દિકે કહ્યુ કે વિજય રૂપાણીએ રાજીનામુ કેમ આપ્યુ? કારણકે અમે બેરોજગારી અને કોરોના વાયરસને લઈને કુપ્રબંધન પર ભાજપને સતત ઘેરી. અમે ખેડૂતો અને નોકરી ગુમાવનારા લોકોનો મુદ્દો ઉઠાવ્યો. રૂપાણી સરકારે લોકોને દુઃખોમાં વધારો કર્યો છે અને કંઈ કર્યુ નથી. અમે ભાજપને હેરાન કરી અને અમારા દબાણના કારણે રૂપાણીને જવુ પડ્યુ. આનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસનુ મહત્વ છે અને અમે શક્તિશાળી છીએ અને અમે 2022માં બતાવી દઈશુ કે અમારુ શું મહત્વ છે.

By arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *