રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિમાં બાલાજી પુલ પર એક વૃદ્ધ માણસ પાણીની અંદર ફસાઈ ગયો હતો. વૃદ્ધ મહિલાને લોધિકાના પીએસઆઈ કે.કે. જાડેજાએ પાણીમાંથી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે સાબિત કર્યું કે પોલીસ માત્ર પ્રભુત્વનું જ એક સ્વરૂપ નથી પણ ખાકી યુનિફોર્મ લાગણી અને સીધાપણુંનું બીજું સ્વરૂપ છે.

શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘ તાંડવ સર્જાયું છે. જેમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં વહીવટી તંત્રની સાથે પોલીસકર્મી પણ જોડાયા છે. અને નીચાણવાળા વિસ્તારનાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. દરમિયાન લોધિકા પીએસઆઇએ બાલાજી પુલ નજીક પાણીમાં ફંસાયેલા એક વૃદ્ધાને કમર ડૂબ પાણીમાં ઉંચકી લઈને સલામત સ્થળે ખસેડતા લોકોએ દિલથી સલામી આપી તેમની આ કામગીરીને વખાણી છે.

વિગત અનુસાર રાજકોટ જિલ્લામાં અનરાધાર અવિરત વરસાદનાં કારણે પુર જેવી સ્થિતિ ઉભી થઇ છે. દરમિયાન લોધિકાનાં બાલાજી પુલ પર એક વૃદ્ધા પાણીમાં ફંસાઈ ગયા હતા. અને નીકળવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા. બરાબર આ સમયે જ લોધિકા પીએસઆઇ કે કે જાડેજાની નજર તેમના પર પડી હતી. અને થોડો પણ વિલંબ કર્યા વિના તેઓ જાતે કમર ડૂબ પાણીમાં ઉતર્યા હતા. એટલું જ નહીં ફંસાયેલા વૃદ્ધાને ઉંચકી સલામત સ્થળે ખસેડી પોલીસની સાચી ફરજનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમની આ કામગીરીને જોઈને ત્યાં ઉપસ્થિત લોકો નાં મોઢામાથી ‘વાહ’નો ઉદગાર નીકળ્યો હતો. તેમજ લોકોએ તેમને દિલથી સલામી આપી હતી.

ધસમસતા પાણીમાં બોર્ડ પકડીને ઉભેલા યુવકનું સ્થાનિકોએ દોરડા વડે રેસ્ક્યુ કર્યું.શહેરનાં રૈયારોડ પર આવેલા તુલસી સુપર માર્કેટ પાસે ભારે વરસાદને પગલે રસ્તા પર પૂરની સ્થિતિ સર્જાઈ હતી. એ સમયે એક વ્યક્તિએ કોર્પોરેશનનું બોર્ડ પકડી રાખ્યું હતું. જેનું સ્થનિકોએ દોરડા વડે રેસ્ક્યુ કર્યું હતું. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. આમ આ આફતનાં સમયમાં લોકો એકબીજાની તેમજ પોલીસ લોકોની મદદે આવતા માનવતા મહેકી ઉઠી છે. હાલમાં ભારે વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. ત્યારે ગોંડલના ડૈયા ગામે 20 જેટલા પરપ્રાંતીય લોકો ધોધમાર વરસાદમાં ફસાયા છે. તેથી ગ્રામજનોને રેસ્ક્યુ કરવા કલેકટર કલેકટર અરૂણ મહેશ બાબુએ સૂચના આપી છે. થોડીવારમાં ગ્રામજનોને હેલિકોપ્ટર દ્વારા રેસક્યું કરવામાં આવનાર હોવાનું કલેક્ટર તંત્રએ જણાવ્યું છે.

By arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *