આંધ્રપ્રદેશમાં ચિત્તૂર જિલ્લાના ઇરલા મંડળ નામની જગ્યાએ ગણેશજીનું મંદિર છે. આ મંદિરને પાણીના દેવતાનું મંદિર પણ કહેવામાં આવે છે. લોકોની માન્યતાઓ પ્રમાણે અહીં ભગવાન ગણેશની મૂર્તિ ધીમે-ધીમે આકારમાં વધતી જઇ રહી છે. એવું કહેવામાં આવે છે કે બાહુદા નદીની વચ્ચે બનેલાં આ મંદિરના પવિત્ર જળના કારણે અનેક બીમારીઓ દૂર થાય છે. તિરૂપતિ જતાં પહેલાં ભક્ત આ વિનાયક મંદિરમાં આવીને ભગવાન ગણેશના દર્શન કરે છે. માન્યતા પ્રમાણે અહીં આવતાં ભક્તોના કષ્ટ દૂર થઇ જાય છે.

આ મંદિરનું નિર્માણ 11મી સદીમાં ચોલ રાજા કુલોઠુન્ગા ચોલ પ્રથમે કરાવ્યું હતું. ત્યાર બાદ ફરી વિજયનગર વંશના રાજાએ વર્ષ 1336માં આ મંદિરનું સમારકામ કરાવીને તેને મોટું મંદિર બનાવવાનું કામ કર્યું. આ તીર્થ એક નદીના કિનારે આવેલું છે. જેથી તેને કનિપક્કમ નામ આપવામાં આવ્યું હતું. કહેવાય છે કે આ મંદિરમાં રહેલી ગણેશજીની મૂર્તિનો આકાર દરરોજ વધતો જઇ રહ્યો છે. આ વાતનું પ્રમાણ તેમના પેટ અને ઘૂટણ છે, જે મોટો આકાર ધારણ કરતાં જઇ રહ્યાં છે. કહેવાય છે કે લગભગ 50 વર્ષ પહેલાં ભગવાન ગણેશની એક ભક્ત શ્રી લક્ષ્મામ્માએ તેમને એક કવચ ભેટ કર્યું હતું, પરંતુ મૂર્તિનો આકાર વધવાના કારણે હવે તે કવચ ભગવાનને પહેરાવવામાં આવતું નથી. કહેવાય છે કે, કોઇ વ્યક્તિ કેટલોય પાપી કેમ ના હોય તે કનિપક્કમ ગણેશજીના દર્શન કરી લે તો તેના બધા જ પાપ દૂર થઇ જાય છે. આ મંદિરમાં દર્શન સાથે જોડાયેલો એક નિયમ છે. માન્યતા પ્રમાણે આ નિયમનું પાલન કરવાથી બધા જ પાપ નષ્ટ થઇ જાય છે. નિયમ એવો છે કે જે પણ વ્યક્તિએ પોતાના પાપની માફી માંગવી હોય. તેમણે અહીં સ્થિત નદીમાં સ્નાન કરી આ પ્રણ લેવાનું રહેશે કે તે ફરી ક્યારેય તેવા પાપ કરશે નહીં, જેના માટે તે માફી માંગવા આવ્યો છે.

મિત્રો પુરાણોમાં ભગવાન ગણપતિના ચમત્કારો ની ઘણી વાતો છે પરંતુ તેમના ચમત્કારો આજે પણ જોઇ શકાય છે ચિત્તૂરના કનિપક્કમ ગણપતિ મંદિરમાં દરરોજ એક ચમત્કાર જોવા મળે છે ભગવાન ગણેશનું આ મંદિર ઘણા કારણોસર પોતામાં અજોડ અને આશ્ચર્યજનક છે અને કહેવાય છે કે આ મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિનું કદ દરરોજ વધી રહ્યું છે આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં બહુદા નદીની મધ્યમાં બનેલા આ મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ બિરાજમાન છે અને માન્યતા મુજબ ભગવાન ગણપતિ અહીં આવતા ભક્તોના વેદનાને તુરંત જ દૂર કરે છે.

By arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *