તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે -“જે ઘટનાઓ બની તેને હું ખૂબ સહજ રીતે જોવું છું. કોઈ મોટો ભૂકંપ થઈ ગયો કે, આશ્ચર્યજનક ઘટના છે એવું કાઈ જ નથી. પાંચ વર્ષ હાઈકમાન્ડ દ્વારા મને જે તક આપવામાં આવી છે. તે બદલ હું નરેન્દ્ર ભાઈનો તથા અમિત ભાઈનો આભારી છું કે, ગુજરાતની જનતાની સેવા કરવાની મને તક આપી, મને રાજીનામું આપ્યાનો કોઈ રંજ પણ નથી સંતોષપણ નથી.”

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીએ કહ્યું કે, આપણે પરિવર્તન કરી રહ્યા છીએ તો સ્વાભાવિક પરીવર્તનની પ્રક્રિયા છે. આવો નિર્ણય ભારતીય જનતા પાર્ટી જ કરી શકે, અન્ય કોઈ ન કરી શકે. હાઈકમાન્ડનો આદેશ મળ્યો અને મેં તેનું પાલન કર્યું છે અને રાજીનામુ આપ્યું છે. આ અંગેની સૂચના રાજીનામું આપ્યાના આગળના દિવસે રાત્રે હાઈકમાન્ડ દ્વારા સૂચના આપવામાં આવી હતી.

પૂર્વ મુખ્યમંત્રીએ પોતાના કાર્યકાળના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, એવી અનેક યોજનાઓ છે જે મને જીવનભર યાદ રહેશે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રમાં પાણીનો મોટો પ્રશ્ન આપણે પૂરો કર્યો છે. તો સેવા સેતૂ મારફતે નાના માણસને પોતના તમામ હકો અપાવ્યા છે.

કોરોનાની બીજી લહેરને પડકારરૂપ સમય ગણાવતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું કે, આ સમયગાળામાં સમગ્ર ગુજરાતની જવાબદારી મારા પર હતી. ત્યારે કોરોનાકાળમાં જે કામ કર્યું છે તે પડકાર રૂપ હતું.

કાર્યકાળ દરમિયાન તમામ મંત્રી મંડળનો પૂરતો સપોર્ટ મળ્યો અને ઘરમાં તો બધાનો હોય જ છતાં પત્ની તથા બાળકોનો પુરતો સહકાર મળ્યો હોવાની વાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી.

વિજય રૂપાણીએ કહ્યું કે, મુખ્યમંત્રી હતો ત્યારે પણ CM હતો અને આજેપણ CM જ રહીશ. કારણ કે, CMનો અર્થ જ થાય છે કોમન મેન. તો અત્યારે પણ CM છું અને ભવિષ્યમાં પણ CM જ રહેવાનો છું.

પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના પીઢ નેતા વિજય રૂપાણીએ કહ્યું કે, સંવેદનશીલતા હોવી તે ગુનો નથી. દરેક વ્યક્તિમાં સંવેદનશીલતા હોવી જરૂરી છે અને જે વ્યક્તિમાં તે નથી તે વ્યક્તિ જ નથી.પીડિત કે શોષિત માટે વેદના થવી જ જોઈએ આવું હું ચોક્કસપણે માનું છું.

By arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *