આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમા અવાર-નવાર અનાજ ચોરી કરવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે અને ગરીબોના અનાજનો કાળા બજાર કરી બીજાને મોંઘા બભાવ માં વેચી ને લોકો કાળું નાણું મેળવે છે. આ રીતે ગરીબ લોકોનું અનાજ અન્ય જગ્યાએ જ સગેવગે કરી દેવામાં આવે છે. કાળાબજારીઓ ગરીબોનું સસ્તું અનાજ બીજા લોકો ને વેચી દે છે.

ડાયમંડ સિટી સુરત માં અવારનવાર આવા અનાજના કૌભાંડ સામે આવતા રહ્યા છે.

ત્યારે તાજેતરમાં જ ફરી એક આવો અનાજ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગય હતી. આ વખતે સુરતમાં અનાજ ચોરી કરવાનો કાળો કારોબાર ઝડપી પાડવામાં આવ્યો છે. ડાયમંડ સિટી સુરત ના ડભોલી વિસ્તારમાંથી ગરીબોનું અનાજ ચોરી કરનારા કાળાબજારીઓને પકડી પાડવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણના રાજ્ય કક્ષાના મંત્રી વિનોદ મોરડિયાના મત વિસ્તાર હરિદર્શન ખાડામાં આવેલ સસ્તા અનાજની દુકાને અનાજની હેરાફેરી કરતા સંચાલક બાબુ પટેલને આજે આમ આદમી પાર્ટી ની ટીમ દ્વારા તેમના ગોડાઉનમાંથી પ્રાઇવેટ બારદાનમાં અનાજ ચોરી કરતા પકડી પાડવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીના સબ્યો એ આરોપ લગાવતા કહ્યું છે કે, ગરીબોના ભાગનું અનાજ બારોબાર વેચી નાખે છે અને પાછા તો ઉપરથી દાદાગીરી કરે છે. સાથે સાથે આમ આદમી પાર્ટી ખુલાસો કર્યો કે, બાબુ પટેલ ભાજપનો કાર્યકર્તા છે. અને મીડિયા સમક્ષ ચોરી ના સમાન ની ગણતરી પણ કરાવી હતી જેમાં અંદાજિત 70 બોરી ચોખા ની સરકારી બારદાનની બોરી ને નામ વગર બોરી મા ભરી ટેમ્પામા લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. પણ લોકો ને જાણ થતાં ટેમ્પા વાળો ભાગી ગયો અને ગોડાઉન બંધ કરી દેવામાં આવ્યું.

આ સમગ્ર ઘટના અંગે કતારગામના મામલતદાર શ્રી ગૌસ્વામી સાહેબે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મહત્વનું છે કે, હમણાં જ નવામંત્રી મંડળમાં સ્થાન મળેલા વિનોદ મોરડિયા અને શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રીના વિસ્તારમાંથી ગરીબ લોકોનું અનાજ ચોરી થતું ઝડપાતા સમગ્ર વિસ્તારમાં એક ચર્ચાનો વિષય બન્યો છે.

By Arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *