આ જગતમાં મિત્રતા નું ખુબજ મહત્વ છે. મિત્રતા કોઈપણ મનુષ્ય, પશુ ,પક્ષી સાથે પણ થઈ શકે છે. ખરેખર આજે આપણે વાત કરીશું એક એવા વ્યક્તિ વિશે જેની મિત્રતા ગીર માં વસતા અને જંગલ કહેવાતા સિંહ સાથે હ્તી. આમ પણ કહેવાય છે ને કે ગીર ની ગાંડી નગરી ખૂબ જ અખૂટ સૌંદર્ય થી ભરપૂર છે.

આમ પણ ગીર માં આવતા જ વ્યક્તિ તેની સૌંદર્યતા અને સિંહના પ્રેમમા ઉત્સુકત થઈ જાય છે. આજે આપણે આજ નેસડા માં વસતા માલધારી ની વાત કરીશું. આપણે જાણીએ છે કે, વર્ષ 1970માં માલધારીઓનું સ્થાળાતર કરવામાં આવ્યું હતું.

1965 માં ગીર ક્ષેત્ર ને સિંહ ના અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું એ પછી થોડા વર્ષો માં ગીર માલધારીઓને ત્યાંથી અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી શરુ થઇ ગઈ હતી. બસ પછી અનેક માલધારીઓને ગિરનું જંગલ છોડવું પડ્યું. સિંહ અને માલધારીઓ માટે ગીર ઘર છે.

ગીર ક્ષેત્ર માં રીસર્ચ ની કામગીરી કરવા માટે પોલ જોસલીન આવ્યા હતા. તેઓએ પોતાના આ રિસર્ચવર્ક માટે ગીર ના એક ચારણ માલધારી જીણાભાઈ નાનાભાઈ ઠાકારીયા ને સાથે રાખ્યા હતા. આ સમયમાં “ટીલીયા” નામનો એક સિંહ ખૂબ જ પ્રસિદ્ધ હતો. એવું કહેવાય છે કે, 1955 થી 60 સુધીમાં એ સૌથી શક્તિશાળી સિંહ હતો અને ગીર નો રાજા કહેવતો.

એવું કહેવાતું કે આ સિંહ જ્યારે ભેંસ નો શિકાર કરીને તેના ગળા થી ઉચકીને લઇ જતો ત્યારે ભેંસ નું શરીર નીચે જમીન પર અડવા પણ ન દેતો હતો. માત્ર તેના પગ નિશાન જ જમીન પર રહેતા હતા. આ જ સિંહ નો જીણાભાઈ સાથે મિત્ર સંબધ જાને એમના વગર ચાલતું ન હોય તેવું લાગતું. ઘણી વાર જીણા ભાઈ સુતા હોય ત્યારે તેની બાજુ માં આવી ને સુઈ જતો.

એક વાર જયારે જીણાભાઈ સુતા હતા ત્યારે નાનો ટીલીયો તેની બાજુ માં આવી ને પડખા માં સુઈ ગયો. જીણા ભાઈ ઊંઘ માં હોવાને કારણે તેમને ખ્યાલ ન હતો એટલે ટીલીયો તેના હાથ નીચે ફસાઈ ગયો અને સાધારણ રીતે નાનો ટીલીયો અવાજ કરવા લાગ્યો.

 

આ સાંભળી ને ટીલીયા ની માં ગંગા બેઠી થઇ ગઈ અને સીધો પંજો જીણાભાઇ ની છાતી પર મુક્યો અને ત્રાડ પાડી.પરંતુ જીણા ભાઈને આ ત્રાડ પહેલા પણ સાંભળેલી હતી અને એટલે તે ઘબરાયા વગર જ બંધ આખો એ જ બોલ્યા “એ ગંગા.. તું પણ શું… હું જીણો છું જીણો.” આ સાંભળી ને ગંગા એ તરત જ હાથ પાછો લઇ લીધો.

એક વાર એવું બન્યું કે રિસર્ચમાં એક પ્રયોગ કર્યો કે જીણાભાઈ એ પોતાની સાથે જંગલ માં એક બકરું લઇ જવા નું અને સાવજને આ બકરું ખાવા નહી દેવાનું. જીણા ભાઈ માતા સિંહ ની સામે જ બેઠા હતા પરંતુ જ્યાં સુધી જીણા ભાઈ ત્યાં હતા અને જાગતા હતા ત્યાં સુધી સિંહ એ બકરા ની નજીક જવાની પણ હિંમત ન કરી. ખરેખર આને કહેવાય છે, ગીર નાં જંગલ નાં માલધારીઓનો સિંહ સાથેનો સંબંધ અતૂટ છે.

જોકે જેવું જીણાભાઈ ને થોડી ઊંઘ ચડી એવી તરતજ સિંહ એ બકરાને પકડી લીધું, ત્યાં તો જીણાભાઇ જાગી ગયા અને તે બકરા ને સિંહ ના હાથ માં ન આવવા દીધું. આ ઘટના દરમિયાન જોસલીન ત્યાં ફોટા પાડતા હતા એટલે આ બધી ઘટના નો ફોટો પણ તેમના કેમેરા માં કેદ કર્યો અને ખરેખર જીણાભાઈ નું જીવન ખૂબ જ પ્રચલીત હતું.

By Arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *