” સૃષ્ટિ ના ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપારકારે “

આ ગીતના શબ્દો આજે સાબિત કરી દીધા એવા ગુજરાતી મહેસાણાના પટેલ બ્રધર્સ જેમની વીદેશો માં હાલ 58 જેટલી કરિયાણા ની દુકાનો છે.

કહેવાય છે ને કે જ્યાં એક ગુજરાતી હોય ત્યાં ગુજરાત જેવો અહેસાસ મળી જ જાય છે.અને ગુજરાતી લોકો ગમે ત્યાં જાય પણ ગુજરાતી લોકો ક્યાંય પાંચ પડે નહિ. તો આજે આપડે એવા જ સફળ ગુજરાતી ની વાત કરીશું. જેને દેશ વિદેશો માં ધંધો કરી આજે ખુબજ મોટી ઉપલબ્ધી મેળવી છે. અને ગુજરાતીઓના તો લોહીમાં ધંધાદારી હોય છે એ પણ આ પટેલ બ્રધર્સે સાબિત કરી દીધું છે.

મફત અને તુલસી નામના બે ભાઈઓ સાથે મળીને અમેરિકા જેવા શહેરમાં કરીયાણાઓની દુકાન શરૂ કરીને વિશ્વ સ્તરે નામના મેળવી છે અને આજે તેમની બીજી પેઢી પણ બંને ભાઈઓના માર્ગે ચાલીને એક અલગ જ બિઝનેસ શરૂ કર્યો છે જે સોના પર સુહાગા જેવું થયું છે. આમ પણ કહેવાય છે કે શ્રીમંત ત્યારે જ બની શકાય છે જ્યારે જીવનમાં ખરાબ દિવસો જોયા હોય અને પછી જે ધનવાન બને એ વ્યક્તિ પૈસા નું મૂલ્ય ખૂબ જ વધારે જાણતો હોય છે.

મહેસાણા જેવાના ગામના જન્મેલા મફત ભાઈ અને તુલસી ભાઈ 6 ભાઈ બહેનો હતા જેમાં મફતભાઈ સૌથી મોટા હતા. તેઓ પહેલે થી જ ભણાવમાં ખૂબ હોશિયાર અને સાથે સાથે ખેતી કામ પણ કરતા અને પછી જીવનમાં કાંઈક કરવા માટે તેઓએ પાટણની એક કોલેજમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરી અમેરિકા (MBA)ઉચ્ચ અભ્યાસ માટે ગયા.

૨૩ વર્ષની ઉંમરે ડીગ્રી મેળવી અને અમેરિકામાં જ નોકરી શોધી અને જેફરસન ઇલેક્ટ્રિક કંપની શીકાગોમાં જોડાઈ ગયા અને એન્જીનીયર તરીકે ૧૬ વર્ષ ફરજ બજાવી પરતું કહેવાય છે ને કે, ગુજરાતી ખાલી ન બેસી રહે. અસંભવ ને સંભવ બનાવવું એજ તો ગુજરાતીઓની ઓળખ છે.

મફત ભાઈ ને એક વાર વિચાર આવ્યો કિરણ ની દુકાન કરવાનો અને ત્યારેજ 1971માં, જ્યારે રમેશ ત્રિવેદી નામના વ્યક્તિ એ ડેવન એવન્યુ પર સ્ટોર ફ્રન્ટ વેચવા માટે મફત પાસે પહોંચ્યાં કે તે પોતાનો સ્ટોર વેચવા તૈયાર છે. બસ પછી તો શ્રી ગણેશ કર્યા અને ખોટમાં પડેલ દુકાનમાં નફા અર્થે પટેલ બ્રધર્સ નામેં દુકાન ખોલી.

પોતાના ભાઈ અને તેમની પત્નીને આમંત્રણ આપ્યું. સપ્ટેમ્બર 1974 દુકાનની સાથે તેઓ બાકીના સમયમાં નાની નોકરી પર કામ કરવા માટે જતા હતા. બંને ભાઈઓએ કરીયાણાના ધંધામાં સફળતા મેળવી અને પટેલ બધર્સ ખૂબ જ આગળ વધ્યું અને દિવસેને દિવસે દેશી ઇન્ડિયન ફૂડ માટેની અમેરિકામાં ડીમાંડ વધવા લાગી તેને ધ્યાનમાં રાખી બંને ભાઈઓએ પોતાના અલગ અલગ શહેરમાં આઉટલેટ બનાવ્યા.

આ સફળતા તેમને એમજ નથી મળી! એક ઘરમાં પરણેલી બે સગી બહેનો અરુણાબેન બંને ભાઈઓ સાથે મળીને દુકાન ચલાવી જયારે ચંચળ બહેન ઘર અને બાળકોની દેખરેખ રાખતા. એક સમય એવો હતો કે મફતભાઈ ઘરે ઘરે દુધ અને સમાન ડિલવેરી કરવા પણ જતા હતા.કહેવાય છે ને કે, સમયની સાથો સાથ બધું બદલાઈ એમ પટેલ ભાઈઓ નું જીવન બદલાયું અને ભાગ્ય એવા ખુલ્યા કે આજે, પટેલ બ્રધર્સે-140 કરોડનું એન્ટરપ્રાઇઝ બનાવ્યું છે.

ભાઈઓ રેસ્ટોરેન્ટના ધંધામાં પડ્યા અને ‘હોટેલ મોટેલ’ નામે અમેરિકામાં હોટેલ ચેઈનની શરૂઆત કરી. અમેરિકામાં પોતાની એર ટુર્સ ટ્રાવેલ એજેન્સી શરુ કરી અને ૧૯૯૧માં પોતાની સ્વાદ અને રાજા ફૂડ કરીને તૈયાર ફૂડ પેકેટ મળી શકે તે માટે કંપનીની શરૂઆત કરી. તેમજ પટેલ’સ કાફે, પટેલ બ્રધર્સ હેન્ડીક્રાફ્ટ વગરે નામની અલગ અલગ કંપનીની શરૂઆત કરી અને આજે તેમના દીકરાઓ એ તૈયાર ફૂડ મળી રહે તે માટે થઈને ફૂડ કંપની ખોલી છે જેનાથી લોકોને તૈયાર ભોજન મળી રહે. ખરેખર આ પટેલ પરિવાર ખૂબ જ સફળતા મેળવી છે.

માત્ર પૈસા જ નથી કમાયા! તેઓ ઓબામા, મોદીજી અને બીજા અનેક વિશ્વના મહામ વ્યક્તિ સાથે તેમના સુમેળ સંબંધ છે. આમ પણ તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ ગુજરાતને ખુલે હાથે દાન કર્યું છે. પોતાના વતનમાં હોસ્પિટલ અને પુસ્તકાલય શરૂ કરાવેલ તેમજ 2001 નાં કચ્છમાં ભૂકંપ દરમિયાન કરોડો રૂપિયાનું દાન કરેલ અને ગામડા ને બેઠું કર્યું અને શિકાગો ટાઉનશીપ નામ આપ્યું જ્યાં બે મંદિરો અને એક શાળા બધાવી તેમજ અમદાવાદની હોસ્પિટલમાં પત્ની ચંચળ બહેન માં સ્મૃતિ રૂપે કરોડ નું દાન આપ્યું છે. આજે પટેલ પરિવાર ની 58 કરીયાણા ની સ્ટોર્સ છે તેમજ સાથો સાથ તેમની બીજી પેઢી ધંધાદારીમાં જ બે કદમ આગળ છે.

જીવનમાં અથાગ પરિશ્રમ અને આત્મવિશ્વાસ ની સાથે કંઈ પણ અશક્ય કાર્યમાં સફળતા મેળવી શકાય છે. આજે આ પટેલ બધર્સ સૌ કોઈ માટે પ્રેરણારૂપ બન્યા છે.

By Arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *