ખરેખર ધન્ય કહેવાય એ માં ને જેણે ખજુર ભાઈ જેવા પુત્ર ને જન્મ આપ્યો. ફેકબુક-યૂટ્યૂબ પર પ્રચલિત ખજુરભાઈ નું નામ તો સાંભળ્યું જ હશે તમે. એજ ખજૂર ભાઈએ હમણાં રાજકોટ અને જામનગર ના ગામડાંઓ માં જે જબરજસ્ત વરસાદ આવ્યો હતો એના કારણે ઘણા ઘર બેહાલ થયા હતા એ પરિસ્થિતિ જોઈને તેઓ ઘણા દિવસો થી રાત દિવસ જોયા વગર લોકોની સેવા કરી રહ્યા છે. એટલું જ નહિ ગરીબ પરિવાર ને રાશન ની કિટો પણ પહોચાડી રહ્યા છે અને કેટલાય બેઘર લોકો નો સહારો બની રહ્યા છે.

મિત્રો ખજુર ભાઈ કોરોના કાળ થી ગુજરાત માં અત્યાર સુધી આવેલ કોઈ પણ કુદરતી આપદા માં લોકો ની સેવા કરી હતી જેમણે થોડા સમય પેલા આવેલા વાવાઝોડા ના સમયે પણ લોકોને સહાય કરી હતી તો આવો જાણીએ આ રિયલ લાઈફ હીરો ખજૂરભાઈ વિશે.

ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા આપણા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ જેઓ અત્યારે હમણાં રાત-દિવસ જોયા વગર લોકોને મદદ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ જે જબરદસ્ત વરસાદ ના કારણે પુર આવ્યું હતું. જેમાં જરૂરિયાત મંડો ની મદદે દોડી ગયા છે જેમાં છેવાડાં ના સીતારામપુરા, હબીબનગર, ગંગાજળા અને રામનગર જે હાઇવે થી છેવાડા ના ગામો છે જાણવા મળી માહિતી મુજબ એ ગામોની હાલત ગંભીર છે ત્યાં છેલ્લા બે-ત્રણ દિવસો થી લોકોને પૂરતું ખાવા નથી મળ્યું આ ગામો ની મુલાકાતો કરી હતી.

ત્યાંના એક ભાઈ ના જણાવ્યા મુજબ એ ગામો માં ખેડૂતોને મોટા પાયે નુક્શાન થયું છે. ખેતરમાં રાખેલ જીરૂ ની ખેતી નો તમામ પાક ધોવાઇ ગયો છે.

આ અહીં છ ગામો ની મુલાકાત ખજુરભાઈ અને એમની ટીમે એ કરી હતી અને લોકોને પીવા માટે પાણી અને રેશન કીટ ની વ્યવસ્થા કરી હતી ત્યાં ચાલવા માટેનો રોડ પણ તૂટી ગયો હતો ત્યાંના લોકોની મુલાકાત કરીને ખજુરભાઈ ભાવુક થઈ ગયા હતા.

અને લોકોને રાશન અને પાણી ની વ્યવસ્થા કરી હતી આપડે ભગવાન તો નથી જોયા પણ આમના ખજૂરભાઈ જ ભગવાન કહી શકાય. ખરેખર જે કામ ખજુરભાઈ કરી રહ્યા છે તે પ્રશંશનીય છે.

By Arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *