આપણે ઘણા કિસ્સાઓ અને લોકોને જોતા હોઈએ કે સારી સારી નોકરીઓ હોવા છતાં ખેતી કરીને સારો નફો મેળવતા હોય છે, કહેવાય છે ને કે ખાલી ભણતર હોવું જરૂરી નથી ભણતર સાથે જો ગણતર હોય તો જ માણસ આગળ વધી શકે છે. તેવો જ કિસ્સો હરિયાણાના રોહતકના નીરજ ધાંડા સાથે થયો હતો. તેનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો, નીરજ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો. અને તેને પ્રાથમિક શિક્ષણ પછી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.

ભણવાની સાથે નીરજ અલગ અલગ પ્રયોગો પણ કરતો હતો.નીરજ ખુબજ દ્રઢ નિશ્ચય વાળો હતો જેથી નીરજ એકવાર જે કામ કરવાનું નક્કી કરે તે કરીને જ રહેતો હતો. નીરજ જ્યારે ભણીને ઘરે આવતો ત્યારે તે પરિવારના લોકો સાથે બજારમાં પાક વેચવા માટે પણ જતો હતો. નીરજનો અભ્યાસ પૂરો થયો એટલે તેણે કામ કરવાનું શરૂ કર્યું હતું.

નીરજને ખેતી કરવાની ઈચ્છા હતી એટલે તેણે નોકરી માંથી માળતા પૈસા બચાવવાનું શરૂ કર્યું હતું અને થોડા સમય બાદ જયારે નીરજ પાસે થોડા પૈસા ભેગા થયા ત્યારે તેને સંગતપુરામાં સાત એકર જમીનમાં ચેરી ની ખેતી શરૂ કરી હતી. તે વખતે નીરજનો પ્રયાસ નિષ્ફળ ગયો અને પરિવારના લોકોએ નીરજને ફરીથી નોકરી કરવાની સલાહ આપી હતી. પરંતુ નીરજ ની રુચિ નોકરી માં નહિ ખેતી માં હતી જેથી નબિરાજે નોકરી કરતા ખેતી માટેના પ્રયાસો ચાલુ રાખ્યા.

નીરજે હાર માન્યા વગર જમ્બો જામફળની ખેતી કરવાનું વિચાર્યું હતું અને અલ્હાબાદથી જમ્બો જામફળના છોડ લાવીને તેના ખેતરમાં રોપ્યા હતા. થોડા સમય પછી સખત મહેનત કરીને અને ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરીને જમ્બો જામફળની ખેતી કરી હતી. નીરજ છોડને રાસાયણિક ખાતરને બદલે ઓર્ગેનિક પોષણ પૂરું પાડે છે, જેનાથી આ જમ્બો જામફળ પણ તંદુરસ્ત બને છે. પાણીના પ્રશ્નોના નિરાકરણ માટે તેમણે ખેતર પાસે એક તળાવ બનાવ્યું. તળાવ તેનું પાણી નજીકની નહેરમાંથી મેળવે છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એકત્રિત પાણી સિંચાઈ માટે વપરાય છે.

આ જમ્બો જામફળ ની ખેતી સફળ થતા થતા ની સાથે એટલી બધી વધારે ચાલી કે હાલ તે મહિને નોકરીમાં માળતા પગાર કરતા પણ 2થી3 ગણો નફો ખેતી માંથી કાઢી રહ્યો છે.

આ પછી નીરજે પોતાની કંપની બનાવીને જમ્બો જામફળ ઓનલાઈન વેચવાનું શરૂ કર્યું હતું અને આ જમ્બો જામફળ દસથી પંદર દિવસ સુધી તાજું રહેતું હતું. જેથી ઘણા બધા લોકોએ ઓર્ડર આપવાના શરૂ કર્યા હતા. આથી આજે દુરદુરથી નીરજની જમ્બો જામફળની ખેતી જોવા માટે આવતા હતા, આથી નીરજ આજે જમ્બો જામફળ વેચીને ઘણો સારો નફો કમાઈ રહ્યો છે.

By Arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *