કહેવત છે ને કે ” મેહનત અને દ્રઢ નિશ્ચય હોય તો કઈ પણ મેળવી શકાય છે. “આવો જ કિસ્સો આજે આપણે જોશું જેમાં એક વ્યક્તિ પોતાના નાના પરિવાર ના પાલન પોષણ માટે મુંબઈ આવી ને નાના મોટા કામ કાર્યાં જેમાં તેમને વાસણ ધોવાનું પણ કામ કર્યું હતું પણ પોતાની મહેનત કરવાની વૃત્તિ અને દ્રઢ નિશ્ચય અને મનોબળ થી આજે તેની પાસે ઘણી બધી હોટલ ની માલિકી છે.

આપણે ઘણા એવા લોકોને જોયા જ હશે કે જેઓ મહેનત કરીને સફળતા મેળવતા હોય છે. તેવો જ કિસ્સો કર્ણાટકના ઉડુપીના એક નાના ગામમાં રહેતા કરકલાના જયરામ બનાન સાથે થયો હતો. જયરામ જ્યારે ભણતા હતા અને તેમનું ભણવાનું પૂરું પણ નહતું થયું અને જયરામને તેમના પિતાએ મુંબઈ મોકલી દીધા હતા. તેના પિતાએ તેને મુંબઈ કામ કરવા માટે મોકલ્યો હતો. તેના ગામ માથી ઘણા બધા લોકો તે સમયે કામ કરવા માટે મુંબઈ જતા હતા.

જયરામે બસમાં તેની ઓળખાણ એક વ્યક્તિ સાથે કરી હતી. તે વ્યક્તિ મુંબઈ ની એક કેન્ટીન નો મલિક હતો તેને જયરામ ને કેન્ટીનમાં કામ કરવાની ઓફર આપી હતી.જે જયરામે ખુશી થી સ્વીકારી લીધી હતી. કેન્ટીનમાં કામ કરતી વખતે જયરામને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પણ જયરામ સારી રીતે કામ કરીને અને ઘણી મહેનત કરીને મેનેજર બનવામાં સફળતા મેળવી હતી. જયરામે મેનેજર બનીને ઘણો અનુભવ મેળવ્યા પછી પોતાનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું હતું.

મુંબઈની દૂર દિલ્હીમાં દક્ષિણ ભારતીય ભોજનનું રેસ્ટોરન્ટ ખોલવાનું નક્કી કર્યું હતું. તે પછી જયરામે દિલ્હીની એક કોલોનીમાં સાગર નામની જયરામે પ્રથમ દુકાન ખોલી હતી અને તેઓએ સરસ ભોજન લોકોને ખવડાવવાનું ચાલુ કર્યું હતું. તો તેના બીજા જ અઠવાડિયામાં લાંબી લાઈનો લાગવા માંડી હતી.

તે પછી લોધી માર્કેટમાં એક દુકાન ખોલી અને સાગર રત્ન નામ આપ્યું હતું. આથી સાગર રત્નનું ટર્નઓવર એકસો બોત્તેર કરોડની આજુબાજુ પહોંચી ગયું હતું. આથી જયરામ એ સખત મહેનત કરીને મોટી કમાણી કરતો હતો.

By Arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *