ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. અહીં લગભગ 55 થી 60 ટકા વસ્તી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે.આનો અર્થ એ છે કે દેશનું અર્થતંત્ર મોટે ભાગે કૃષિ પર નિર્ભર છે, ભારત સરકારે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે સમય સમય પર વિવિધ યોજનાઓ શરૂ કરી રહી છે.જે અત્યારે ફાયદાકારક જણાય છે.

મોટી સંખ્યામાં ખેડૂતો હવે નફાકારક પાકની ખેતી તરફ વળી રહ્યા છે. પહેલા ખેડૂત અમુક પાક ની જ વાવણી કારતા હતા પરંતુ સરકારની અમુક યોજનાઓ અંતર્ગત હવે તે બારેમાસ જુદા જુદા અને વધુ નફો આપનાર પાક નું પણ વાવેતર કરે છે. જેથી દેશ ના ખેડૂતો ને ઘણી બધી તકલીફો માંથી બાર આવવા મદદ રૂપ બન્યું છે.

કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત સરકાર હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે જાણીતા આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. 5.5 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ બનાવવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં અન્ય ખેડૂતોને પણ જોડવાની પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે. એકવાર ડેટાબેઝનું કામ પૂર્ણ થઈ ગયા પછી, સરકાર વતી ખેડૂતોને 12-અંકની યુનિક આઈડી આપવામાં આવશે.

શા માટે 12અંક ની ID ?
કેન્દ્ર સરકાર એક નવા અને અલગ પ્રકારના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર ખેડૂતોને 12 અંકની યુનિક આઈડી આપશે. આ માટે ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે, આ આઈડી દ્વારા ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવાનું સરળ બનશે. આ ID દ્વારા સરકાર જે નવી યોજનાઓ લાગુ કરશે એનો ફાયદો સૌ પ્રથમ ID ધરાવનાર ખેડૂત ને મળશે. અને સરકાર ને પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્ય કરવામાં મદદ રૂપ થશે. આ ID દ્વારા અમુક સેવાઓ પણ ID ધારક ખેડૂતો ને મળી શકે છે એવી સંભાવના છે, જેવી કે જમીન ચકાસણી, ખેતી માટે ના જરૂરી સામનો પાર અમુક ટકા રાહત, કીટનાશક દવાઓ… વગેરે વગેરે.

By Arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *