રાજકોટ પાસે આવેલા ખોડલ ધામ મંદિર નો ખુબ જ મહિમા છે. અનેક ભક્તો અહીં રોજ દર્શન માટે આવે છે અને માતાજી સમક્ષ માથું તેલવે છે અને માતાજી ના આશીર્વાદ મેળવે છે. અને ઘણા ભકતો માતાજી ને કોઈ ને કોઈ નાની મોટી ભેટ અર્પણ કરે છે. ત્યારે રાજકોટમાં રહેતા કોરાટ પરિવારે માતા ખોડલને ખુલ્લા હાથે સોનાનો હાર અર્પણ કર્યો છે. આ સાથે ધજા અને વાઘા પણ અર્પણ કર્યા છે

રાજકોટ મા રહેતા કોરાટ પરીવાર માતાજી મા અનોખી આસ્થા ધરાવે છે કોરાટ પરીવાર ના સ્વ. દામજીભાઈની ની જીવતા જીવે એવી ઈચ્છા હતી કે માતાજી ને પાંચ તોલા સોનું અર્પણ કરવુ છે. જયારે તેમના પરોવારજનો દ્વારા તેમની ઈચ્છા પૂરી કરવા માટે તેવો એ પાંચ તોલા નો સોના નો હાર માતાજી ને અર્પણ કર્યો હતો. અને માતાજી ના દર્શન અને પ્રાર્થના કરી ને માતાજી ના આશીર્વાદ લીધા હતા.

હરેશભાઈ નામના કોરાટ પરિવાર ના પરિવારજને કહ્યું હતું કે, સ્વ.દામજીભાઈ મારા મામા થાય. એમની ઈચ્છા અહીં ધ્વજારોહણ કરવાની હતી. પણ એમનું નિધન થતા આ ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. જે ઈચ્છા પૂરી કરવા માટે સોનાનો હાર તથા ધજા અર્પણ કરી રહ્યા છીએ. ખોડલધામ મંદિરના પૂજારીએ કહ્યું કે, કોરાટ પરિવારે આ દાન કર્યું છે. સહપિરવાર સાથે ધ્વજા અર્પણ કરવામાં આવી છે. આ સાથે તેમણે માતાજીના વસ્ત્રો પણ આપ્યા છે. બીજી તરફ સોમનાથ મંદિરમાં પણ સોમનાથમાં પણ પાર્વતી મંદિર બનાવવા માટે સુરતના ઉદ્યોગપતિએ રૂ.30 કરોડનું દાન કર્યું છે.

સુરત ના આ ઉદ્યોગપતિ નુ નામ ભીખાભાઈ ધામેલીયા છે. સૌ પ્રથમ વર્ષ 2012માં તેમણે પાર્વતી મંદિર તૈયાર કરવાની વાત સોમનાથની ટ્રસ્ટીઓને કરી હતી. સૌરાષ્ટ્રના બે મોટા મંદિરમાં મસમોટું દાન મળ્યું છે. આવા દાનવીરો જે દિલ થી મંદિર ના નિર્માણ અને તેની સુંદરતા માટે કોઈ પણ લોભ લે લાલચ વગર ડેન કરે છે તેને ધન્ય છે.

By Arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *