ગુજરાત પોલીસમાં આઈપીએસનું સંખ્યાબળ અત્યારે 175 અધિકારીઓનું છે, પણ આઈપીએસ થતી વખતે જે બંધારણ-કાયદાનું રક્ષણ કરવાની લીધેલી શપથ નું સંપૂર્ણ પણે પાલન કરવું પણ એટલું જ અઘરું છે જે અમુક જ પોલિસી અધિકારીઓ માં જોવા મળે છે.

સામાન્ય માણસો માટે વગર ઓળખાણે પણ તેમના દરવાજા ખુલ્લા હોય તેમાં અમરેલીના એસપી નિર્લિપ્ત રાય છે.

ઈન્ડિયન રેવન્યૂ સર્વિસમાં સેવા આપ્યા બાદ 2010માં ભારતીય પોલીસ સેવાનો હિસ્સો થયેલા નિર્લિપ્ત રાયની કામ કરવાની પદ્ધતી અને નેતાઓ સામે ભીડી જવાની ટેવના કારણે આમ તો લગભગ દર વર્ષે તેમની બદલી ચાલુ રહે છે. નેતા તો નેતા પણ પોતાના સિનિયર અધિકારી થી પણ કાયદા ની ચૂક અથવા તો કોઈ કાયદા વિરુદ્ધ કામ કરાવતા હોય તો તેને અટકાવવા ની અને તેને ના પાડવાની ક્ષમતા જો કોઈમાં હોય તો તે નિર્લિપ્ત રાય છે. પોતે આઈપીએસ અને સસરા વરેશ સિન્હા ગુજરાતના મુખ્ય સચિવ હોવા છતાં નિર્લિપ્ત રાયના પગ જમીન પર જ રહ્યા. સત્તા અને પદ્દનું અભિમાન રાખ્યા વગર કઈ રીતે સામાન્ય લોકોને મદદ થઈ શકે અને કાયદો તોડનારમાં ડર ઊભો થાય તેવા તેમના પ્રયાસો રહ્યા છે.

પોલીસમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિને પણ તેમણે પડકારી જે તેમના સિનિયર્સને પસંદ ન આવી, પણ તેમણે તેમના અધિકારીઓને કાયદાની તાકાતનું ભાન કરાવ્યું. પ્રોબેશન કાળ હિંમતનગરમાં પુરો કરી તેમને પહેલું પોસ્ટિંગ એસીપી તરીકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં મળ્યું અને ક્રાઈમ બ્રાન્ચની આ તાલીમ ગુનેગારોના વિસ્તારમાં જઈ તેમને શારિરિક અને માનસિક તોડી નાખવાનો અભ્યાસ તેમણે અમદાવાદમાં કર્યો. અમદાવાદના ક્રાઈમની નસ જો પકડાઈ જાય તો ગુજરાતના કોઈપણ ખુણે રહેલા ગેંગસ્ટરને શક્તિ વિહિન કરવાની આવડત આવી જાય.

એસીપીમાં બઢતી સાથે તેમનું ડેપ્યૂટી પોલીસ કમિશનર તરીકેનું પહેલું પોસ્ટીંગ અમદાવાદમાં જ ઝોન 7માં થયું. તે પછી તેમણે અમદાવાદ ગ્રામ્ય, સુરત ગ્રામ્ય અને વલસાડ એમ અલગ અલગ જિલ્લાઓમાં ડ્યૂટી નિભાવી, આ ગાળા દરમિયાન કેટલીક મહત્વની ઘટનાઓ પણ ઘટી.

ઉના કાંડ બાદ દલિતોની ફરિયાદ હતી કે સરકારે તેમને જમીન તો આપી પણ શક્તિશાળી તત્વોએ તેમની જમીન પર કબ્જો કરી બેઠા છે. આ વાત નિર્લિપ્ત રાયના ધ્યાનમાં આવી અને તેમણે અનેક દલિતોની જમીન કબ્જે કરનાર અનેક માથાભારેને ભગાડી દલિતોને તેમના હક્ક અપાવ્યા.

આમ નિર્લિપ્ત રાયની બદલીઓનો સમય સતત ચાલતો રહ્યો. હાલમાં તેઓ અમરેલી જિલ્લાના એસપી છે. અમરેલીના લોકો કહેવું છે. ” તેમણે વર્ષો પછી કાયદાકીય શાસન જોયું છે. અમરેલીમાં રહેલા ગુંડાઓ અમરેલી છોડી નાસી છૂટ્યા અને જે પકડાઈ ગયા તે હજુ અમરેલી ની જેલમાં સજા ભોગવે છે.

By Arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *