રાજકોટ શહેર માં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કે નિયંત્રણ રાખવાના નામે સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ ટ્રાફિક દંડ ના મેમો ફટકારવામાં થાય છે. આવું વારંવાર થતા શહેરીજનોમાં આક્રોશ ઠાલવ્યો છે. અનેક વાહનચાલકો આવા નિયમોથી હેરાન-પરેશાન છે.

ત્યારે એક ગરીબ પરિવાર ના એક શક્ષ ને મેમો ની પાવતી મળતા તેને એવું કામ કર્યું કે રાજકોટ પોલીસ ચોકી ગઈ હતી.

પરેશ ભાઈ રાઠોડ એક ગરીબ પરિવાર માં ગુજરાન ચલાવતા વ્યક્તિ છે જેથી તેમની પાસે ઘર નું ગુજરાન ચલાવવા માટે ના પણ પૈસા ની અછત હોય છે જેમાં તેને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ની પાવતીઓ મળતી હતી.

જેથી કંટાળીને તેમણે રાજકોટ પોલીસ કમિશ્નરને ” મને કિડની વેચવાની મંજૂરી આપો ” કહી પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરતાં પોલીસ પણ અચંબામાં પડી ગઈ છે. પરેશભાઇએ જણાવ્યું હતું કે હવે મને હેરાન કરશો તો હું આત્મહત્યા કરી લઈશ.

પરેશ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય માણસ પોતાનો જીવનનિર્વાહ માંડ માંડ ચલાવતો હોય ત્યારે તેને ધમકી આપી દંડની રકમ પરાણે વસૂલાય છે, આ નીતિ તો ન ચાલે. આ સાથે તેને કિડની વેચવાનું આ કારણ જણાવ્યું હતું.

તેમને વધુ માં એમ પણ જણાવ્યું હતું કે ” મારા હાથ પર પૈસા નથી અને બચત રાખી હતી બેન્ક-મેનેજરે મારી જાણબહાર એ રકમ વીમામાં નાખી દીધી હતી. મારા હાથ પર રકમ ન હોવાથી કિડની વેચી દંડની રકમ, વીજબીલ અને મારાં સંતાનોની સ્કૂલની ફી ભરવાની છે.”

મેં રજૂઆત પોલીસ કમિશનરને કરી છે, આ નકલ મેં ગુજરાત હાઈકોર્ટ, મુખ્યમંત્રી, નાણામંત્રી અને ગૃહમંત્રીને મોકલી છે.

ગાંધીગ્રામ ભારતીનગર-1માં રહેતા અને ગ્રાફિક ડિઝાઈનિંગનો વ્યવસાય કરતા પરેશ મનસુખભાઈ રાઠોડ નામના આધેડે પોલીસ કમિશનરને સંબોધીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે

કે પોતાની પાસે ટૂ-વ્હીલર છે, એ તેના પત્નીના નામે છે. બે દિવસ પહેલાં 15 ઓક્ટોબરના રોજ બે ટ્રાફિક-પોલીસમેન મારા ઘરે આવ્યા હતા અને 2018ની સાલમાં આવેલા ટ્રાફિક મેમોની બાકીની રકમ ઉઘરાણી માટે આવ્યા છીએ, કહી દંડ ની રકમ ટ્રાફિક શાખાની રૂડા પાસેની કચેરીએ ભરી દેજો, જેથી કરીને તમારું બાઈક ડિટેઇન કરવું ન પડે.

પરેશભાઇએ ટ્રાફિક મેમો બાબતે ની રજૂઆતમાં જણાવ્યા મુજબ હાલ દિવાળીના તહેવારો છે. ધંધામાં દૈનિક ખર્ચાઓ માંડ નીકળી રહ્યા છે.

તેઓએ જણાવ્યું હતું કે દંડની રકમ ભરવા માટે હાલ સક્ષમ નથી. જો વાહન ડિટેઈન કરવામાં આવે તો ધંધા-રોજગાર અને ઘરના વ્યવહારોને પણ અસર પડે એમ છે. આમ છતાં જો પોલીસ દંડ માટે આગ્રહ રાખશે તો નાછૂટકે પોતે પોતાની કિડની વેચવા માટે મજબૂર બનશે.

આ ઉપરાંત તેણે વીજ કંપની સામે પણ બિલથી વધુ રકમ માગીને ધમકી આપ્યા સહિતના અને બેન્ક સામે પણ આક્ષેપો કર્યા છે. જોકે હાલ તો ટ્રાફિક મેમો ભરવા માટે કિડની વેચવાની માગેલી મંજૂરીએ પોલીસ વિભાગ ને પણ માથા ખંજોળતા કરી દીધા છે.

લેખિત રજૂઆતમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે અનેકવાર અપમાનિત થયા પછી મને મારું જીવન વ્યર્થ લાગે છે, પરંતુ મારા કુટુંબના સભ્યો મારા ભરોસે છે અને હું એકમાત્ર તેનો આશરો છું.

તો હાલના સંજોગોમાં મારે ટ્રાફિકના દંડના પૈસા ભરવા માટે, બાકી રહેલું વીજબિલ ભરવા માટે અને મારી પુત્રીના અભ્યાસના ખર્ચના નિભાવ માટે બીજો કોઈ રસ્તો નથી, આથી મને મારા શરીરનું એક મહત્ત્વનું અંગ, જે કિડની છે એ વેચવાની મંજૂરી આપવામાં આવે.

જો તમે તપાસ કરી અને ન્યાય અપાવીને સન્માનપૂર્વક જીવાડવા માગતા હો તો પહેલા મને જવાબદાર અધિકારીની લેખિતમાં ખાતરી અપાવશો. આ સિવાય એક વાત વધુ કે હું હજી એક જવાબદાર નાગરિક તરીકે મારી જાતને જોઉં છું.

By Arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *