હમણાં ના માલ્ટા સમાચારો અનુસાર એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી છે જેમાં એક મેલડી માતા ના દર્શન માટે જઈ રહેલા 4 યુવાનો નું એક અકસ્માત માં મૃત્યુ થયું હતું.વળી એમાં ના 3 યુવકો એકજ ઘરના હોવાંનું સામે આવ્યું હતું જેથી આ ગામ માં 4 યુવાનો ની મોત નીખબર મળતાજ આખું ગામ દુઃખ માં ગરકાવ થઇ ગયું હતું.

સંતરામપુરના ચાર યુવાન આણંદના મલાતજ ગામે મેલડી માતાજીનાં દર્શન કરવા ઇક્કો કારમાં જતા હતા. એ દરમિયાન મહુધા પંથકના મંગળપુર પાટિયા પાસે અજાણ્યા ટ્રેલરચાલકે ઇક્કો ગાડીને ટક્કર મારતાં એ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં ચાર યુવાનનાં દુઃખ ભર્યા મોત થયા હતાં. મંગળવારે રાત્રે સંતરામપુરમાં એકસાથે 4 યુવાનની અંતિમયાત્રા નીકળતાં આખું ગામ યુવકોના શોકમાં ચઢ્યું હતું અને એક પરિવારના 3 યુવાનનાં મોત થતાં ભોઇ સમાજમાં શોક ફેલાઇ ગયો છે.

અકસ્માતમાં ભોઇ સમાજના અને એક જ પરિવારના 3 યુવાનો મોત થતાં ભોઈ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. તેમનાં પરિવારજનો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચતાં વાતાવરણ માં શોક નો માહોલ છવાઈ ગયો હતો. આ કાળનો કેવો સંયોગ કહેવાય કે, મંગળવારના દિવસે મેલડી માતાજીના મંદિરે મંગળવાર ભરવા જતાં 4 મૃતક યુવાનોની કારને મંગળપુર પાટિયા પાસે જ અકસ્માત સર્જાયો હતો.

જ્યારે મોડી સાંજે મૃતક ચાર યુવકોના મૃતદેહ લવાતા વાતાવરણમાં શોક છવાઈ ગયો હતો. એક સાથે 4 યુવકોની અંતિમયાત્રા નીકળતાં ગામજનો માં ખોબાજ દુઃખ ની લાગણી જોવા મળી હતી. તથા અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગામજનો જોડાયાં હતાં.

સંતરામપુરના રાજુભાઈ સનાભાઇ ભોઇ મંગળવારે મેલડી માતાનાં દર્શન જતા હતા. ત્યાર છેલ્લા 6 મહિનાથી સુરેશભાઈ અંબાલાલ ભોઈ અને સંજયભાઈ દીપાભાઇ ભાઇ પણ દર મંગળવારે મેલડી માતાના દર્શન માટે મહિનામાં ચારથી પાંચ વાર દર્શન કરવા જતા હતા. ઇક્કો કારમાં રાજુભાઇ, સંજયભાઇ તથા સુરેશભાઇ મંગળવારે માતાનાં દર્શન કરવા જતા હતા.

તેમની સાથે પ્રથમવાર તેમનો મિત્ર સંજયભાઈ બારિયા ગયો હતો. આમ, પ્રથમવાર ગયેલા સંજય બારિયા સહિત એક જ પરિવારના 3 ભોઇ સમાજના સભ્યોના અકસ્માતમાં મોતથી સંતરામપુરમાં માતમ છવાઇ ગયો હતો.

અકસ્માતમાં કારચાલક અને અન્ય એક ઇજાગ્રસ્ત આકાશ અશોકભાઇ દેવડા નડિયાદ સિવિલમાં સારવાર હેઠળ છે. મહુધા પોલીસે ઈજાગ્રસ્ત કારચાલક જિતુભાઇ ભૂલાભાઇ ભોઈની ફરિયાદને આધારે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.

મૃતક સુરેશભાઈ અને સંજયભાઈ પર કુટુંબ પરિવારની જવાબદારી હતી તથા રાજુભાઈ સનાભાઇ ભોઈ ઘરના મુખ્ય વ્યક્તિ તરીકે ઘણી જવાબદારી નિભાવતા હતા. હાલ, સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ ચાલી રહી છે.

આ અકસ્માત માં ટ્રકચાલક ફરાર છે, જેની શોધખોળ CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઇ છે.

By Arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *