શુક્રવારને ધનની દેવી લક્ષ્મીની પૂજાનો દિવસ માનવામાં આવે છે. બધા લોકો ને ધન પ્રાપ્તિ ની તીવ્ર હોય જ છે. જો તમે પણ ઇચ્છો કે લક્ષ્મી માતા ની કૃપા હંમેશા તમારા ઘરમાં રહે, તો શુક્રવારે એકવાર આ ઉપાય જરૂર કરો. નીચેના આ પગલાંઓનો સંપૂર્ણ લાભ લેવા માટે, ધ્યાનમાં રાખો કે આ પગલાં લેવામાં આવી રહ્યા હોય ત્યારે કોઈએ ઉપાય માં કોઈ ભંગ ન પડે તેનું ખાસ દયાન રાખવું જોઈએ.

1. ધન પ્રાપ્તિ માટે, શુક્રવારે રાત્રે ઘર માં અથવા કોઈપણ પવિત્ર સ્થાનમાં લક્ષ્મીજીની સ્થાપના કરીને ગાયના ઘીનો 7 મુખવાળો દીવો પ્રગટાવો.

2. દેવી લક્ષ્મી ના ફોટો અથવા મૂર્તિ પર મોગરાનું અત્તર અર્પણ કરો.

3. ગુલાબનું અત્તર ચઢાવવાથી વ્યક્તિને આનંદ અને ખુશી મળે છે.

4. દેવી મહાલક્ષ્મીને કેવડાનું અત્તર અર્પણ કરવાથી માનસિક શાંતિ મળે છે.

5. માતાને ચંદનનું અત્તર ચઢાવવાથી નસીબ વધવા લાગે છે.

6. લગ્નજીવનને પ્રેમથી ભરપૂર અને સંપત્તિથી સમૃદ્ધ બનાવવા માટે, શુક્રવારે દેવી લક્ષ્મીના મંદિરમાં સોળ શૃંગાર ની વસ્તુઓ અર્પણ કરો.

7. દરરોજ ઘરમાં ચંદનનું અત્તર છાટવાથી કામ અને ધંધામાં પ્રગતિની સ્થિતિ બમણી થઈ જાય છે.

8. દર શુક્રવારે ગાયને તાજી રોટલી સાથે ગોળ મિક્સ કરીને ખવડાવવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ આખા પરિવાર પર આજીવન રહે છે.

9. શુક્રવારે રાત્રે 7 નાના નારિયેળ લો અને તેને પીળા કપડામાં બાંધીને ઘરના રસોડાના પૂર્વ ખૂણામાં બાંધી દો, આમ કરવાથી ઘરમાં ક્યારેય ભોજન અને પૈસાની તંગી રહેશે નહીં.

10. દર શુક્રવારે રાત્રે ગાયના ઘીનો દીવો પ્રગટાવીને આ વિશેષ મંત્રનો જાપ કરો- અગિયારસો વખત કરવાથી માતા લક્ષ્મી હંમેશા સાથે રહે છે.

લક્ષ્મી માતા ને પ્રસન્ન કરવા માટે આ મંત્ર નો રોજ 3 વખત ઉચ્ચારણ કરવાથ માતા પ્રસન્ન થઇ શકે છે અને લક્ષ્મી માતા અને વાસુદેવ ના અપાર આશીર્વાદ મળશે. ઘરમાં કોઈ પણ નાણાકીય સમસ્યાઓ નો અંત આવશે અને પરિવાર સુખી અને સમૃદ્ધ બનશે.

…..મંત્ર…..

।। ऊं ह्रीं ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नम:।।

By Arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *