તમે ઘણા પતિ પત્ની વચ્ચે થતા નાના મોટા ઝઘડાઓ જોયા અથવા સાંભળ્યા હશે અને જો વાત મોટી હોય તો છેલ્લે જુદા થયા નું પણ સાંભળ્યું હશે. પરંતુ આજે અમે એક એવો કિસ્સો તમને જણાવીશું જેમાં પતિ પત્ની માં ઝઘડો થતા પતિએ પોતાના જ ઘર માં પેટ્રોલ છાંટી ઘર સળગાવ્યું. વળી પોતાનું તો ઘર સળગાવ્યું પરંતુ આજુ બાજુ ના બીજા 10 મકાનો માં પણ લાગી આગ…

મહારાષ્ટ્રના સતારાના પાટણથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પત્ની સાથેના ઝઘડા બાદ એક શખસે પોતાના ઘરમાં આગ લગાડી દીધી. ગુસ્સામાં લગાડેલી આ આગે પાડોશમાં આવેલાં 10 ઘર સુધી ફેલાઈ અને આ તમામ ઘરોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા.

આગમાં આ તમામ ઘર લગભગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયાં છે. પોલીસના જણાવ્યા મુજબ, આ આગથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. રાહતની વાત એ છે કે લોકો યોગ્ય સમયે ઘરમાંથી બહાર નીકળી જતાં આ ઘરોમાં રહેતા લોકો ને કોઈ જાતની હાનિ પહોંચી નથી.

પોલીસે જણાવ્યું હતું કે મઝગાંવનો રહેવાસી સંજય પાટીલનો સોમવારે બપોરે પોતાની પત્ની પલ્લવીની સાથે ઝઘડો થયો હતો. મામલો એટલો વધી ગયો કે બંને વચ્ચે મારપીટ થઈ ગઈ. એ બાદ સંજય એટલો ગુસ્સે ભરાયો કે તેને પેટ્રોલ છાંટીને પોતાના જ ઘરને આગ લગાડી દીધી.

પેટ્રોલ છાંટેલી આગ એટલી ઝડપથી પ્રસરી કે આજુબાજુનાં 10 ઘરને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા. સૌથી વધુ નુકસાન આરોપી સંજયના ઘરથી નજીક આવેલાં 4 ઘરને થયું. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ આ ઘરમાં રહેલા ગેસ-સિલિન્ડરના કારણે આગે રૌદ્ર રૂપ લીધું હતું.

પોલીસ વિભાગ ની વધુ માહિતી અનુસાર ઘટના પછી પાડોશીઓએ આરોપી સંજય ને પક્ડયો હતો અને ઢોરમાર માર્યો હતો. એ બાદ આરોપીને ઢસડીને તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. પાટણ તાલુકના મઝગાંવમાં થયેલી આ ઘટના પછી પોલીસે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ અગ્નિકાંડમાં સંપત્તિનું તો મોટું નુકસાન થયું છે, પરંતુ યોગ્ય સમયે બીજા ઘરો માં રહેતા લોકો ઘરની બહાર નીકળી ગયા, તેથી મોટી જાનહાનિ પણ થઈ ન હતી. હાલ આરોપી પતિ જેલના સળિયા પાછળ છે. પત્નીએ પણ તેની વિરુદ્ધ મારામારીની ફરિયાદ દાખલ કરાવી છે.

પત્ની ના જણાવ્યા મુજબ આરોપી તેની સાથે અવાર નવાર મારપીટ કરતો હતો. અને તેને ઘર માંથી નીકળવાની ધમકી પણ આપતો હતો ત્યારબાદ તે આ દિવસે ખુબજ આક્રોશ માં આવી ગયો હતો અને છેલ્લે પેટ્રોલ ઘરમાં નાખી તેને આગ લગાવી દીધી હતી જેમાં બાજુ ના 10 જેટલા મકાનો માં ભારે નુકશાન થયું હતું અને ભાગ્ય થી બધાજ લોકો બચી ગયા હતા.

By Arpit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *