ગુજરાતમાં લોકો હાલ તો મોર્ડન ફિલ્મો વધારે પસંદ કરે છે. પણ એક જમાનો હતો જ્યારે ગામડાંના કલચર પર આધારિત ફિલ્મો બધા લોકો પસંદ કરતા હતા. પહેલાં ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા અને સ્નેહલતાની ફિલ્મો જોવા માટે પડાપડી થતી હતી. ત્યાર બાદ હિતેન કુમાર અને રોમા માણેકની જોડીએ ગુજરાતી ફિલ્મોને ઉપાડ્યું હતું.

જોકે હાલ આ બધા એક્ટર્સ ઓછા નજરે પડે છે. તેમાં પણ ‘દેશ રે જોયા પરદેશ જોયા’ જેવી સુપર-ડુપર હિટ ફિલ્મમાં ‘રાધડી’ના રોલથી રાતોરાત ફેમસ થઈ ગયેલી રોમા માણેકે લાખો લોકોના દીલ જીતી લીધા હતા.

‘દેશ રે જોયા પરદેશ જોયા’ બાદ ઉપરાઉપરી હિટ ફિલ્મો આપી રોમા માણેક પ્રસિદ્ધ થઇ ગઈ હતી. તમને જાણી ને આશ્ચર્ય થશે કે રોમા માણેક મૂળ ગુજરાત નહીં પણ હિમાચલપ્રદેશના રહેવાસી હતા. છેલ્લાં કેટલાય સમયથી રોમા માણેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે.

1990ના દાયકાની શરૂઆતમાં તેણે અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જેમાં 1987માં આવેલી ફિલ્મ ‘સાત સાલ બાદ’, 1991માં ‘દીલ હૈ કી માનતા નહીં’, ‘પીછા કરો’, ‘હમ કુરબાન’, ‘જમાને સે ક્યા ડરના’ સામેલ છે.

ઓછા લોકોને ખબર હશે કે 90ના દશકામાં મહાભારત સિરીયલમાં પાંડુ રાજાની બીજી પત્ની માદરીનું પાત્ર ગુજરાતી અભિનેત્રી રોમા માણેકે ભજવ્યું હતું. મહાભારત સિરીયલમાં માદરીના રોલ માટે ડિરેક્ટરને સુંદર યુવતીની તલાશ હતી. આ માટે ડિરેક્ટરે રોમા માણેક પર પસંદગી કરી હતી.

મહાભારત સીરિયલમાં માદરીના ટૂંકા રોલમાં રોમા માણેકે શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આવવા માટે આ સિરિયલ તેના માટે ખુબ ફાયદાકારક રહી.જોકે મહાભારત સિરીયલ બાદ રોમા માણેક બોલિવૂડ કે ટેલિવૂડમાં લાંબા સમય સુધી જોવા મળી નહોતી. બાદમાં તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી હતી.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તેણે ગુજરાતી ફિલ્મ જગતની એકથી એક હિટ્સ ફિલ્મ આપી હતી. જેમાં ‘ઉચી મેડીના ઊંચા મોલ‘, ‘દેશ રે જોયા દાદા પરદેશ’ જોયા વગેરે સામેલ છે.

ગુજરાતી ફિલ્મમાં ‘દેશ રે જોયા દાદા પરદેશ’ હિટ ફિલ્મથી રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. રોમા માણેક અને હિતેન કુમારની જોડી લોકોને ખૂબ પસંદ આવી હતી. બંનએ આ ઉપરાંત ‘પાંદડું લીલું રંગ રાતો’, ‘મહીસાગરનાં મોતી’ વગેરે ફિલ્મો કરી હતી.

રોમા માણેકે હિતેન કુમાર, સુપરસ્ટાર નરેશ કનોડિયા સાથે પણ અનેક હિટ ફિલ્મોમાં આપી હતી. જેમાં ‘ઉંચી મેડીના ઉંચા મોલ’, ‘પરેદશી મણિયારો’, ‘કાંટો વાગ્યો કાળજે’ વગેરે ફિલ્મો સામેલ છે.

અભિનેત્રી રોમા માણેકની કરિયરની સફળતામાં ઢોલીવુડના પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક ગોવિંદભાઇ પટેલનો મોટો હાથ હતો. વર્ષ 2015માં ગોવિંદભાઈ પટલેનું નિધન થયું ત્યારે વડોદરા ખાતે તેમના બેસણાંમાં રોમા માણેક શ્રધ્ધાંજલી અર્પતાં જોર જોર થી રડી હતી. રોમા માણેક હાલ પરિવાર સાથે મુંબઈમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published.