ગુજરાતની પ્રથમ મોટી AIIMS હોસ્પિટલ રાજકોટના ખંઢેરી પાસે 200 એકર જમીનમાં 1200 કરોડના ખર્ચે નિર્માણપામી રહી છે. હાલ સંપૂર્ણપણે હોસ્પિટલનું બિલ્ડીંગ તૈયાર થયું નથી પરંતુ 31 ડિસેમ્બરથી પૂજા વિધિ સાથે 12 વિભાગની OPD શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટ એઈમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર સી.ડી.એસ. કટોચે જણાવ્યું હતું કે, પ્રથમ ફેઝમાં એઈમ્સનાં બિલ્ડિંગનું 40 ટકા પૂર્ણ થયું છે. જૂન 2022થી હોસ્પિટલ સંપૂર્ણપણે ધમધમવા લાગશે, તેમજ ઓક્ટોબર 2023 સુધીમાં સંપૂર્ણ પ્રોજેક્ટ તૈયાર થઈ જશે તેવી શક્યતા છે. હાલ દરરોજ સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી ઓપીડી શરૂ કરવામાં આવી છે.

એક વિગત અનુસાર 31 ડિસેમ્બરથી આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ ઉદઘાટનનો આગ્રહ ટાળીને સાદાઈથી ઓપીડી શરુ કરી દેવામાં આવી હતી, જેમાં જનરલ મેડિસિન, ગાયનેક, સર્જરી, આઈ, ઈએનટી, પીડિયાટ્રિક, ડેન્ટલ, ઓર્થોપેડિક અને પલ્મનરી ડિસીઝની સારવારનો સમાવેશ થાય છે.

સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સિસ્ટમ મુજબનાં ચાર્જીસ રાખવામાં આવ્યા છે અને ભવિષ્યમાં ઈન્ડોર ડિપાર્ટમેન્ટ્સ શરુ થઈ જાય પછી આયુષ્યમાન ભારત યોજના ઉપરાંત મેડિક્લેઈમ હેઠળ કેશલેસ ટ્રીટમેન્ટ પણ મળતી થઈ જશે. 40-40 જુનિયર અને સિનિયર રેસિડન્ટ્સ ડોક્ટર અને 60 નર્સના સ્ટાફ સાથે હોસ્પિટલ ધમધમતી થશે. હાલ 17 નોન એકેટેમિક રેસિડેન્ટ ડોક્ટરો સાથે ઓપીડી શરૂ થઈ ગઈ છે.

મહત્વની વાત તો એ છે કે અહીં માત્ર 10 રૂપિયામાં જ દર્દી ની તાપસ કરવામાં આવશે અને એટલુંજ નહિ ચેક કર્યા બાદ નિદાન માટે નિઃશુલ્ક રિપોર્ટ કરવામાં આવશે. આ ઉપરાંત જો દર્દી ને દાખલ કરવા પડે તો માત્ર 375 રૂપિયા માં દસ દિવસ માટે જનરલ વોર્ડ અને બે લોકો માટે જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે.

દિલ્હી AIIMS મારફત કોરોનાકાળને લઈને વેર-વિખેર થઈ ગયા બાદ હવે હાલ તો AIIMS નાં ઘણા બિલ્ડિંગો પૈકી જૈન બસેરા બિલ્ડિંગનો કબ્જો વહેલી તકે સંભાળીને તેમાં 31 ડિસેમ્બરથી OPD શરુ કરાવી દીધી છે. જ્યારે આગામી સમયમાં અહીં ચેસ્ટ સ્પેશ્યાલિટી માટેનું સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની નેમ ભવિષ્યમાં રિસર્ચ પર મુખ્ય ફોકસ, એ પછી યુજી અને પીજી ડોક્ટર્સ તૈયાર કરવા અને પેશન્ટ્સ કેર એ પ્રમાણેની એઈમ્સની પ્રાયોરિટી રહેતી હોય છે. પરંતુ દર્દીઓ ઓપીડી શરુ કરવા પૂરતા ઈન્સ્ટ્રુમેન્ટ્સ પૈકી કેટલાંક સાધનો આવી ગયા છે અને બાકીનાંની ડિલિવરી કરવામાં આવી છે.

હવે આવતીકાલે AIIMS ડાયરેક્ટર શ્રમદીપસિંહા અને કોચ દ્વારા AIIMS ની OPD ખુલ્લી મૂકશે અને ત્યાર બાદ દર્દીઓને તપાસી નિદાન કરી જરૂરી દવાઓ આપવામાં આવશે. આ હોસ્પિટલ માં દવાઓ પણ ખુબજ રાહતદરના ભાવે મળી રહેશે એવું જાણવા મળી રહ્યું છે, જેમાં મોંઘા ભાવના ઇન્જેક્શનો પણ તમને સસ્તા ભાવ માં મળી રહેશે આથી સામાન્ય માણસો ને ઘણી રાહત નો અનુભવ થશે.

ડોકટોરસ નું લિસ્ટ :-
1. ડો.ઋશાંગ દવે (પેથોલોજી વિભાગ)
2. ડો. ટ્વિન્કલ પરમાર (માઇક્રોબાયોલોજી વિભાગ)
3. ડો. રાહુલ ખોખર (સર્જરી વિભાગ)
4. ડો.રિદ્ધિ પરમાર (પેથોલોજી)
5. શિવા પેનતાપતિ (કોમ્યુનિટી એન્ડ ફેમિલી મેડિસન)
6. ડો.જય મોઢા (ડર્મેટોલોજી)
7. ડો. અનુરાગ મોદી (રેડિયોલીજી)
8. ડો.પાયલ વાઢેર (ઇએનટી)
9. ડો.મિલન દવે (એનેસ્થેસિયોલોજી)
10. ડો.મેઘાવી શર્મા (ઓબસ્ટેટ્રીક્સ એન્ડ ગાયનેકોલોજી)
11. ડો.અનેરી પારેખ (પલ્મોનરી મેડિસીન)
12. ડો.રાહુલ ખોખર (જનરલ સર્જરી)
13. ડો.ઉમંગ વડેરા (ઓર્થોપેડીક્સ)
14. ડો.કરણ વાછાણી (જનરલ મેડિસીન)
15. ડો.દેવહુતી ગોધાણી (પીડિયાટ્રીક્સ)
16. ડો. દિશા વસાવડા (સાઇકિયાટ્રિસ્ટ)
17. ડો. હિરલ કારિયા અને ડો.પ્રલ પૂજારી (ડેન્ટિસ્ટ)

Leave a Reply

Your email address will not be published.