આપણે ઘણા કિડનેપિંગ ના કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં નાના બાળકો ને લાલચ આપી ને લોકો તેને કિડનેપ કરી લેતા હોય છે અને બાદ માં તે બાળક ના માતા-પિતા પાસે થી ફિરોતી ની રકમ પણ માંગતા હોય છે. જો માતા પિતા પૈસા આપવાની ના પડે તો બાળક ને જાણ થી મારી નાખવાની ધમકી પણ આપતા હોય છે, આવા ઘણા કિસ્સાઓ બન્યા છે પરંતુ હાલ માંજ અમદાવાદ માં આવો કેસ જોવા મળ્યો હતો. જેના વિષે આજે આપણે જાણીશુ.

એક યુવકે અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા 12 વર્ષના બાળકને લલચાવી ફોસલાવી અપહરણ કરી લીધું હતું. અપહરણકર્તા તેને પાટણ જિલ્લાના હારિજ ખાતે લઇ ગયો હતો. અને ત્યાંજ બાળક સાથે જોર જબરદસ્તી થી ભીખ મંગાવવાનું કામ અને કચરો વીણાવવાનું કામ પણ કરાવતો હતો, બાળક સાથે તે યુવક સૃષ્ટિ વિરુદ્ધ કામ પણ કરાવતો હતો.

એક વખત તે રોડ પર રડતો હતો ત્યારે એક પોલીસ કર્મી ની નજર તેના પર પડી અને તે પોલીસ અધિકારી તેને હારીજ પોલીસ સ્ટેશને લઇ ગયો. અને પોલીસની તપાસમાં આ સમગ્ર બાબત સામે આવતાં બાળક ને સોલા પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા અને જ્યાં ઉંડાણપૂર્વકની તપાસ કરી સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

સમગ્ર મામલો એવો હતો કે અમદાવાદ ના થલતેજ માં આવેલી ઝાયડસ હોસ્પિટલની સામે ની ઝૂંપડપટ્ટી માં 12 વર્ષ નો બાળક રહેતો હતો.14 ડિસેમ્બરના રોજ બાળક ગુમ થઈ ગયો હતો જેની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. બાળકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે 14 ડીસેમ્બરના રોજ એકલો થલતેજ ગામમાં ગયો હતો. ત્યાં તેને એક વ્યક્તિ મળ્યો હતો. નાસ્તો કરાવી અને ફરવાની લાલચ આપી હતી. બંનેએ થલતેજ ગામમાં નાસ્તો કર્યા બાદ જે વ્યક્તિ મળ્યો હતો તેણે પાટણ પેંડલ રિક્ષા લેવા જવાનું છે. તેથી સાથે ચાલે એમ કહી અને હારીજ ખાતે લઇ ગયો હતો. વ્યક્તિ બાળકને તેની બેનના ઘરે ખેતરમાં લઈ ગયો હતો અને બાદમાં ત્યાં જ તેને બાંધી રાખી આસપાસમાં ભીખ મંગાવતો હતો. તેની પાસે કચરો પણ વીણાવતો હતો. તેની સાથે અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું.

સોલા પોલીસે તાત્કાલિક આ મામલે આરોપીને પકડી લીધો હતો. તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે અમદાવાદમાં હેબતપુર પાસે છાપરામાં રહે છે અને પ્લાસ્ટિક વીણવાનું કામ કરતો હતો અમદાવાદમાં એકલો જ રહેતો હતો અને પત્નીના મૃત્યુ બાદ તેના બંને બાળકો ગામડે રહેતા હતા. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી અન્ય કોઈ બાળક સાથે આ રીતે કૃત્ય કર્યું છે કે કેમ તે અંગેની વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.