જામનગરથી 16 નોટીકલ માઇલ દુર આવેલ પીરોટન ટાપુ લગભગ ૩ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા ટાપુની આસપાસ અદ્ભુત દરીયાઈ સૃષ્ટિ ઉપરાંત તમ્મર (અંગ્રેજી: મેન્ગ્રોવ)નાં જંગલ છે. ટાપુ પર એક દીવાદાંડી આવેલી છે.

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનના દરિયાઈ વિસ્તારમાં આવેલા ૪૨ ટાપુઓમાંથી પ્રવાસીઓમાં પીરોટન સૌથી પ્રખ્યાત અને મુલાકાત માટે પરવાનગી મળતી હોય એેવા બે પૈકીનો એક ટાપુ છે રાષ્ટ્રીય ઉદ્યાનની દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન ન પહોંચે તે હેતુથી મુલાકાતીઓની સંખ્યાને કાબુમાં રાખવામાં આવે છે. પરવાનગી માટે ગુજરાત સરકારના વન ખાતા, કસ્ટમ ખાતા અને બંદર ખાતાની અગાઉથી પરવાનગી લેવી ફરજીયાત છે.

૧૮૬૭માં વહાણોનાં માર્ગદર્શન માટે અહીં એક ધ્વજ-કાઠી મુકવામાં આવી હતી. ૧૮૯૮માં ધ્વજ-કાઠીને બદલે ૨૧ મીટરની ઊંચાઈવાળી દિવાદાંડીનું બાંધકામ કરવામાં આવ્યુ. તે દીવાદાંડીને બદલે ફરી ૧૯૫૫થી ૧૯૫૭ના સમયગાળા દરમ્યાન વધુ ૩ મીટર ઉંચી દીવાદાંડી (૨૪ મીટર ઊંચાઈ) મુકવામાં આવી. ૧૯૮૨માં આ દીવાદાંડીની ચોતરફ આવેલા ૩ ચોરસ કિમીમાં પથરાયેલા પરવાળા ધરાવતી ખંડીય છાજલી ધરાવતા વિસ્તારને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું ૧૯૯૬માં દીવાદાંડીને સૂર્યશક્તિ પર ચાલતી કરવામાં આવી અને ડીઝલ વિદ્યુત ઉત્પાદકોને ફક્ત પીઠબળ માટે રાખી મુકવામાં આવ્યા.

જામનગરથી 16 નોટીકલ માઇલ દુર આવેલા પીરોટન ટાપુ પરનો પ્રતિબંધ ચાર વર્ષ બાદ દૂર થતાં બે દિવસમાં કુલ 195 મુલાકાતીઓએ ટાપુની મુલાકાત લીધી હતી. રવિવારે પ્રથમ દિવસે ટાપુ પર 100 લોકોનું જૂથ પહોંચ્યું હતું. સોમવારે વધુ 95 પ્રવાસીઓએ મુલાકાત લીધી. દર માસની સુદ અને વદની છઠ, સાતમ અને આઠમની ભરતીનો સમય અનુકૂળ રહેતો હોવાથી દર મહિનામાં છ દિવસ માટે પીરોટન ટાપુની એન્ટ્રી ખુલ્લી રહેશે.

જામનગરના પીરોટન ટાપુ પર ચાર વર્ષ પહેલા તંત્રની જાણ બહાર એક વ્યક્તિની દફ્ન ક્રિયા કરાતા પ્રતિબંધ મુકાયો હતો. જે બાદ ગત મહિના-ઓમાં ગૃહમંત્રી અને વન-પર્યાવરણ મંત્રીને નવાનગર નેચર ક્લબના સહિતને રજૂઆત કરીને પ્રાકૃતિક શિક્ષણ શિબિરો યોજાય તે માટે હવે પ્રવાસીઓને પીરોટન ટાપુ પર જવાની મંજૂરી આપવા માગ કરાઈ હદતી. ગાંધીનગરથી વનવિભાગની કચેરીએ પીરોટન ટાપુ પર પ્રવાસીઓને જવા દેવા મંજૂરી આપવા પરિપત્ર બહાર પાડતા ખૂલ્મો મુકાયો છે. બે દિવસમાં કુલ 195 પ્રવાસીઓએ ટાપુની મુલાકાત લીધી હતી.

મરીન નેશનલ પાર્ક ઓથોરિટી જણાવે છે કે, આગામી દિવસોમાં લોકો સાસણની જેમ ઓનલાઇન બુકિંગ કરાવી શકે તે માટેની બાબત મંજૂરીની પ્રક્રિયામાં છે. લોકો મરીન નેશનલ પાર્કની એમએનપી ડોટ વેબસાઈટથી સંપર્ક કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.