મહેશ બાબુએ હાલમાં ફિલ્મ મેજરના ટ્રેલર લોન્ચ દરમ્યાન હેરાન કરી નાખે તેવુ નિવેદન સામે આવ્યું હતુ. બોલીવુડ ફિલ્મોમાં અભિનય કરવાની તેમની યોજના અંગે પૂછવામાં આવતા અભિનેતાએ કહ્યું કે બોલીવુડ તેમને એફોર્ડ કરી શકતુ નથી. અભિનેતાના આ નિવેદનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવી ચર્ચા છેડાઈ છે.

યુઝર્સે કરી ટીકા
જો કે, ચર્ચા છેડાયા બાદ મહેશ બાબુએ બાદમાં માફી પણ માંગી. પરંતુ સોશિયલ મીડિયા આજે પણ આ વાતથી નારાજ છે. ટીકાકારો મહેશ બાબુની વિવાદાસ્પદ ટીપ્પણી પર કટાક્ષ કરીને પાન મસાલા બ્રાન્ડને પ્રોત્સાહન આપવા માટે આકરી રીતે ટ્રોલ કરી રહ્યાં છે. ગયા વર્ષે મહેશ બાબૂ ટાઈગર શ્રોફની સાથે એક પાન મસાલા બ્રાન્ડની એડનો ભાગ બન્યા હતા. યુઝર્સે હવે મહેશ બાબુને તેમની આ એડ પર ટ્રોલ કરવાનુ શરૂ કર્યુ છે. એક ટ્વિટર યુઝર્સે લખ્યું, બૉલીવુડ મહેશ બાબુને એફોર્ડ કરી શકતુ નથી. પરંતુ પાન-મસાલા કરી શકે છે.

મહેશ બાબુનુ નિવેદન
અભિનેતા મહેશ બાબુએ એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું હતુ કે મને હિન્દી ફિલ્મોમાં કામ કરવાની ઘણી ઑફર મળી છે. જો કે, મારું માનવુ છે કે તેઓ મને એફોર્ડ કરી શકતા નથી. મેં ક્યારેય પણ તેલુગુ સિનેમા છોડવા અને અન્ય જગ્યાએ જવા વિચાર કર્યો નથી. હું હંમેશા અહીં ફિલ્મ બનાવવા અને તેને વધારવાની કલ્પના કરું છુ અને મારું સપનુ હવે હકીકત બની રહ્યું છે. હું આનાથી વધુ પ્રસન્ન ના થઇ શકુ.

મહેશ બાબુના ચાહકોએ કર્યો બચાવ
મહેશ બાબુના પ્રશંસકોએ તેમના નિવેદનનો બચાવ કરતા દાવો કર્યો કે તેમણે હંમેશા આવી પ્રતિક્રિયા આપી છે, પરંતુ તેને હવે વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવી રહ્યું છે. તેમના એક પ્રશંસકે લખ્યું, જો કોઈ વ્યક્તિ નિશ્ચિત સ્થાન પર કામ કરવા માગતો નથી તો આપણે એવુ કેમ માની લઇએ છીએ કે આ વ્યક્તિ તેનુ સન્માન નથી કરતો? તો અન્ય એક યુઝર્સે લખ્યું, આપણે અભિનેતાઓના દરેક નિવેદન પર વિવાદ કેમ ઉભો કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published.