BharatPe ના ભૂતપૂર્વ CEO અને સહ-સ્થાપક અશ્નીર ગ્રોવરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શાર્ક ટેન્ક સીઝન 1 સ્પર્ધક રવિ કાબરાની સફળતા વિશે માહિતી આપી છે. હૈદરાબાદ સ્થિત આ ઉદ્યોગસાહસિકને આ શોમાં 1 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું હતું. અશ્નીર ગ્રોવર સહિત શાર્ક ટેન્કના પાંચ જજે તેની કંપનીમાં રોકાણ કર્યું છે. અન્ય જજોમાં અનુપમ મિત્તલ, અમન ગુપ્તા, વિનીતા સિંહ અને નમિતા થાપરનો સમાવેશ થાય છે.

રવિ કાબરાની કંપની સ્કિપી પોપ બ્રાન્ડ નામ હેઠળ આઈસ પોપ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે. રવિ કાબરાએ પત્ની અનુજા કાબરા સાથે શાર્ક ટેન્ક ઈન્ડિયામાં ભાગ લીધો હતો. તેણે તેની કંપનીના 5 ટકા શેર માટે 45 લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે, તેને 15 ટકા શેરના બદલામાં 1 કરોડ રૂપિયા મળ્યા હતા. શાર્ક ટેન્કના તમામ જજ તેની પ્રોડક્ટથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.

વેચાણ 40 ગણું વધ્યું
અશ્નીર ગ્રોવરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રવિ કાબરા સાથેનો એક ફોટો શેર કર્યો છે. ગ્રોવરે કાબરાની કહાનીને સૌથી મોટી સક્સેસ સ્ટોરી ગણાવી અને લખ્યું કે સ્કીપી પોપનું વેચાણ 40 ગણું વધી ગયું છે. ફોટો શેર કરતાં, ગ્રોવરે લખ્યું, ‘શાર્ક ટેન્ક પછી @skippiicepopsના સ્થાપક રવિ @ravikabra સાથે કામ કરીને આનંદ થયો. સ્કિપી પોપ એ એક ઉત્તમ ઉત્પાદન છે. શાર્ક ટેન્ક ઈન્ડિયાની આ એક સફળતા છે.’

શાર્ક ટેન્ક ઇન્ડિયા તરફથી રોકાણ પ્રાપ્ત કર્યા પછી, રવિએ કહ્યું હતું કે, “અમને શાર્ક ટેન્ક ઇન્ડિયા તરફથી ભંડોળ પ્રાપ્ત થવાથી આનંદ થાય છે. આ પૈસાથી અમે બજારમાં નવી ફ્લેવર્સ વાળા પ્રોડક્ટ્સ રજૂ કરવાની યોજના બનાવીએ છીએ.” અશ્નીર ગ્રોવરની પોસ્ટ પર ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે. એક ચાહકે લખ્યું, “આંત્રપ્રેન્યોરશિપને નેક્સ્ટ લેવલ પર લઈ જાઓ.” એક યુઝરે લખ્યું છે કે, એક સામાન્ય પ્રોડક્ટ પરંતુ હાઇપેડ માર્કેટિંગ કરતાં કેટલીક પ્રોડક્ટ સારી નથી. માર્કેટિંગમાં 10 માંથી 10, પરંતુ ઉત્પાદન માટે 10 માંથી 5.

શાર્ક ટેન્કના તમામ જજોએ રોકાણ કર્યું છે
શાર્ક ટેન્ક ઈન્ડિયામાં આ પહેલીવાર હતું જ્યારે બધા જજે સાથે મળીને ઓફર કરી અને અંતે ડીલ કન્ફર્મ થઈ ગઈ. શાર્ક ટેન્કના તમામ રોકાણકારોએ રવિ કાબરાની કંપની સ્કિપી આઇસ પોપ્સમાં રૂ. 1 કરોડનું રોકાણ કર્યું હતું, જેમાં રૂ. 20-20 લાખનો સમાવેશ થાય છે. તમામ ન્યાયાધીશોએ 3-3 ટકા શેર લીધા હતા. આ રોકાણ પછી સ્કિપી પોપનું વેચાણ 40 ગણું વધી ગયું છે.

Leave a Reply

Your email address will not be published.