ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં હાલ ના સમય માં લોકો માં સાઉથ ના ફિલ્મો નો વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. સાઉથના સુપર સ્ટાર કમલ હાસનની ફિલ્મ વિક્રમ બોક્સ ઓફિસ પર નવા વિક્રમો બનાવી રહી છે. જયારે અક્ષય કુમારની ૩૦૦ કરોડ ના બિગ બજેટ માં બનેલ ફિલ્મ પૃથ્વીરાજ સાથે સીધી ટક્કર જોવા મળી રહે છે. પૃથ્વીરાજ નું બોક્સ ઓફિસ કલેકશન સાવ ઓછું જોવા મળી રહ્યું છે અને કમલ હાસન ની વિક્રમ માત્ર પાંચ જ દિવસમાં ફિલ્મે ૨૦૦ કરોડનું કલેક્શન મેળવી લીધું છે. બોલીવૂડ સામે ફરી સાઉથ ઇન્ડિયન ફિલ્મે બાજી મારી લીધી છે એવું જોવા મળી રહ્યું છે

એક અઠવાડિયામાં 200 કરોડ કરતાં વધુ કમાણી
‘વિક્રમ’ એ પાંચ દિવસની અંદર 200 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં 150 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું. ભારતમાં 100 કરોડથી વધુ કમાણી કરી છે

કમલ હાસને ડિરેક્ટરને લક્ઝરી કાર ગિફ્ટ કરી
કમલ હાસને પોતાની સફળતાની ઉજવણી કરતાં ફિલ્મના ડિરેક્ટર લોકેશ કનગરાજને લક્ઝરી કાર લેક્સસ બ્રાન્ડની છે, જેની કિંમત લગભગ 2.5 કરોડ રૂપિયા છે. ડિરેક્ટરે નવી કાર સાથે પોઝ આપીને કમલનો સો.મીડિયામાં આભાર માન્યો હતો.

સૂર્યાને રોલેક્સ ઘડિયાળ આપી
67 વર્ષીય કમલે કો-એક્ટર સૂર્યાને રોલેક્સ ઘડિયાળ આપી છે. ફિલ્મમાં સૂર્યાના પાત્રનું નામ ‘રોલેક્સ’ હતું.
સુર્યાએ સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ શેર કર્યા છે, જેમાં કમલ હાસન તેમને ઘડિયાળ પહેરાવી રહ્યા છે. રોલેક્સ કંપનીની વેબસાઈટ મુજબ, કમલ હાસને ગિફ્ટ કરેલી ઘડિયાળની કિંમત ~ 10 લાખ જેટલી છે.
સૂર્યાએ પણ સો.મીડિયામાં પોતાની ખુશી વ્યક્ત કરીને પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘આવી એક ક્ષણ જીવનને સુંદર બનાવી દે છે. તમારી રોલેક્સ માટે અન્નાનો આભાર.’

13 આસિસ્ટન્ટ ડિરેક્ટર્સને ગિફ્ટ કરી બાઇક
‘વિક્રમ’માં કામ કરતાં 13 આસિસ્ટન્ટ ડિરેક્ટર્સને અપાચે RTR 160 બાઇક ગિફ્ટ કરી છે. કમલ હાસને એક વીડિયો શૅર કર્યો. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે તેઓ સૂર્યાને 10 મિનિટના કેમિયો માટે આભાર માને છે. ‘વિક્રમ’ના બીજા પાર્ટમાં સૂર્યાનો રોલ વધારે જોવા મળશે

Leave a Reply

Your email address will not be published.