ટેલિવિઝન અભિનેત્રી રશ્મિરેખા ઓઝાનું અવસાન થયું છે. તેનો મૃતદેહ ભુવનેશ્વરમાં તેના ભાડાના મકાનમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તે અહીં નયાપલ્લી વિસ્તારમાં રહેતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 વર્ષીય રશ્મિના પિતાએ આ કેસમાં પુત્રીના લિવ-ઈન પાર્ટનર સંતોષ પાત્રાની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરી છે. તેણે પોલીસને જણાવ્યું કે સંતોષે જ તેને તેની પુત્રીના મૃત્યુની જાણ કરી હતી.

પોલીસે કહ્યું, સુસાઇડનો કેસ
રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસે કહ્યું હતું કે 23 વર્ષીય એક્ટ્રેસનું 18 જૂનના રોજ મોત થયું હતું. તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જુએ છે. હાલમાં આ સુસાઇડનો કેસ લાગે છે. સુસાઇડ નોટમાં એક્ટ્રેસે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. તેઓ કેસની તપાસ કરે છે.

દીકરી લિવ-ઇનમાં રહેતી હતી એ ખ્યાલ નહોતોઃ રશ્મિના પિતા
મીડિયા સાથેની વાતચીતમાં રશ્મિરેખાના પિતાએ કહ્યું હતું કે દીકરીના મોતની જાણ સંતોષે કરી હતી. શનિવાર, 18 જૂનના રોજ અનેક ફોન કૉલ કર્યા હતા, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. રશ્મિના મકાનમાલિકે કહ્યું હતું કે સંતોષ ને રશ્મિ બંને પતિ-પત્નીની જેમ રહેતાં હતાં. તેમને આ વાતની કોઈ માહિતી નથી. રશ્મિરેખા ઓડિશા ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેને ટીવી સિરિયલ ‘કેમિતિ કહિબી કહા’ના રોલ માટે જાણીતી બની હતી.

દોઢ મહિનાથી બોયફ્રેન્ડ સાથે રહેતી હતી
સૂત્રોના મતે, રશ્મિરેખા ઓજિશાના જગતસિંહપુરના જિલ્લાના તિરતોલ વિસ્તારમાં રહેતી હતી. તે અહીં છેલ્લા દોઢ મહિનાથી બોયફ્રેન્ડ સંતોષ પાત્રા સાથે ભાડાના ઘરમાંથી રહેતી હતી. જોકે છેલ્લા થોડા દિવસથી બંને અલગ રહેતાં હતાં.

થોડા સમય પહેલાં જ બંગાળી એક્ટ્રેસિસે આત્મહત્યા કરી હતી
28 મેના રોજ રાત્રે 18 વર્ષીય સ્ટ્રગલિંગ મોડલ તથા મેકઅપ આર્ટિસ્ટ સરસ્વતીની લાશ ઘરમાં પંખા સાથે લટકતી મળી હતી. સરસ્વતી કોલકાતાના બેદિયાડાંગામાં રહેતી હતી. ઉલ્લેખનીય છે કે બંગાળી એક્ટ્રેસ બિદિશા ડે મજુમદાર, પલ્લવી ડે તથા મંજૂષા નિયોગીએ પણ ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. આ ત્રણેયની આત્મહત્યાની તપાસમાં એ વાત સામે આવી હતી કે તેઓ ડિપ્રેશનમાં હતાં. 17 મેના રોજ કોચીની ટ્રાન્સ મોડલ તથા એક્ટ્રેસ શેરિન સેલિન મેથ્યુએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. તે પ્રેમી સાથે વીડિયો ચેટ કરતી હતી અને તેણે આત્મહત્યા કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published.