વંથલી – શાપુરની જળહોનારતને આજે 39 વર્ષ પૂર્ણ થઇ રહયાં હોય આજે પણ ભયાનક યાદ લોકોને કંપાવી જાય છે.  આજથી 39 વર્ષ પહેલા 22 જૂન 1983 ના દિવસે 70 ઇંચ જેટલો વરસાદ પડતાં ગાંડીતુર બનેલી નદીઓનાં પાણી આ બંને શહેર અને આસપાસનાં વિસ્તારમાં ફળી વળતા ભારે તારાજી સર્જી દીધી હતી અને ચાર નદી ગાંડીતુર બનતા સેંકડો લોકો અને પશુઓ મોતના મુખમાં હોમાઈ ગયા હતા.જેના દૃશ્યો આજે પણ વડીલોની આખો સામેથી દુર નથી થતાં

લોકો સતત 2 દિવસ સુધી મકાનના નળિયા, છાપરા અને વૃક્ષો પર ચડી પોતાના જીવ બચાવ્યા હતા. ત્યારબાદ ચોથા દિવસે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પહોંચ્યા હતા અને ફક્ત સાત દિવસમાં જ સમગ્ર પંથકને બેઠો કરી દેવામાં આવ્યો હતો.

જુઓ કેવી સર્જી હતી તારાજી
આજે બધા વરસાદ ક્યારે આવે ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે.પરંતુ આજથી 39 વર્ષ પહેલા 22 જૂન 1983 ના વંથલી વિસ્તારમાં અને ખાસ કરીને શાપુર ગામમાં આ સમયે સર્જાયેલ ભયંકર જળ હોનારત ના દૃશ્યો આજે પણ તે વડીલોની આખો સામેથી દુર થતા નથી.એક જ દિવસમાં 70 ઈંચ જેટલા વરસાદ થી ચાર નદી ગાંડીતુર બનતા સેંકડો લોકો અને પશુઓ મોતના મુખમાં હોમાઈ ગયા હતા.

એક જ દિવસમાં 70 ઈંચ વરસાદ થી ચારે તરફ જળબંબાકાર થઈ ગયું હતું.ઓઝત,કાળવો, મધુવંતી અને ઉબેણ નદી ગાંડીતૂર બની હતી. જોત જોતામાં શાપુર અને વંથલીની ગઢની રાંગ કરતા પણ વધુ પાણી ભરાઈ ગયું હતું.લોકો સતત 2 દિવસ સુધી મકાનના નળિયા છાપરા અને વૃક્ષો પર ચડી ને રહ્યા હતા.48 કલાક સુધી પાણી ભરાયેલ રહ્યું હતું.રેલવે લાઇન પણ સંપૂર્ણ પણે નાશ પામી હતી.વીજળી નો પણ એક થાંભલો રહ્યો ના હતો.ટેલીફોનીક વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો .અને રસ્તાઓ પણ સંપૂર્ણ પણે તૂટી ગયા હતા.

તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તારાજીથી આવાચક થઈ ગયા હતા
ઘટનાના ચોથા દિવસે તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આવી પહોંચ્યા હતા.તારાજી થી આવાચક બની ગયા હતા.સાથે સાથે તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને ટોચના નેતાઓ પણ વંથલી અને શાપુર ગામની મુલાકાતે આવ્યા હતા.ફક્ત સાત દિવસમાં સમગ્ર પંથકને બેઠો કરી દેવામાં આવ્યો હતો.

વર્ષ2007માં શાપુરમાં તંત્રની ભુલથી મીની હોનારત થઇ હતી
વર્ષ2007માંઉપરવાસમાં ભારે વરસાદથી તંત્રએ આગોતરૂ જાણ કર્યા વગર ડેમમાંથી પાણી છોડતા શાપુરનાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયાં હતાં. શાપુર ગામ નિચાણવાળા વિસ્તારમાં આવેલ હોય અને ઓઝત નદીનાં કારણે વારંવાર ભોગ બને છે.

Leave a Reply

Your email address will not be published.