બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ મૌની રોય ટૂંક સમયમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને નાગાર્જુન જેવા ઘણા કલાકારો લીડ રોલમાં છે. મૌની રોયના ફેન્સ ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. દરમિયાન, મૌની રોય તેની ફેશન, બેગ અને સ્લીપર્સ માટે હેડલાઇન્સમાં છે. તે લાખો રૂપિયાની બેગ અને સેન્ડલ પહેરીને ફરતી જોવા મળી છે. જેના પર તેના ચાહકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
હકીકતમાં, સેલિબ્રિટી ફોટોગ્રાફર વૂમપ્લાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૌની રોયનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે પતિ સૂરજ નામ્બિયાર સાથે જોવા મળી રહી છે. વીડિયોમાં મૌની રોય બ્રાઉન કલરના ડ્રેસમાં જોઈ શકાય છે. આ સાથે તેણે પીળા કલરની બેગ પણ કેરી કરી છે. મૌની રોયનો આ વીડિયો મુંબઈ એરપોર્ટનો છે
ફોટોગ્રાફરના જણાવ્યા અનુસાર, પીળા બેગ ની કિંમત લગભગ 2 લાખ રૂપિયા છે. જ્યારે તેણે 1 લાખ રૂપિયાની કિંમતનું સ્લીપર પહેર્યું છે. મૌની રોયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીના ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કોમેન્ટ કરીને પણ તમારો પ્રતિભાવ આપો. બ્રહ્માસ્ત્ર ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મનું ટ્રેલર ગત દિવસોમાં રિલીઝ થયું હતું. જે દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મ આ વર્ષે સપ્ટેમ્બરમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. મૌની રોય બ્રહ્માસ્ત્રમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે.
View this post on Instagram
કોમેન્ટ માં લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે એક યુઝર કહે છે ક્યાંક ડુપ્લીકેટ પેહરી ને આંટા નથી મારતી ને જયારે અન્ય એક યુઝર કોમેન્ટ કરે છે કે તેણી નો એરપોર્ટ લુક એક દમ જોરદાર છે