ભારતની આઝાદીના 75 માં વર્ષે એટલે કે આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યુ છે. દેશમાં ત્રિરંગા યાત્રા જોરશોરથી ચાલી રહી છે. જગ્યાએ જગ્યાએ તિરંગાના રંગની લાઈટ જોવા મળી રહી છે, ત્યારે અમદવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તિરંગાના રંગે રંગાયું છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને આઝાદી કા અમૃત મહોત્સવના થીમથી શણગારવામાં આવ્યું છે.

અમદાવાદના ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ટર્મિનલને સ્વાતંત્ર્ય દિનની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે જેમાં રવેશ, પોલ્સ અને બગીચાની લાઇટિંગનો સમાવેશ થાય છે. મુસાફરો ટર્મિનલની અંદર અને બહાર વિવિધ પ્રકારની પ્રતિકૃતિઓ માણી શકે છે.

તેમજ ડોમેસ્ટિક ટર્મિનલના ચેક-ઇન એરિયામાં ટર્મિનલ-1ની અંદર 18×18 ફૂટની પ્રતિકૃતિ એ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા 75 વર્ષોમાં દુનિયાભરમાં ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધેલા વ્યાપને દર્શાવવામાં આવી રહ્યો છે.

અમદાવાદ એરપોર્ટના ટર્મિનલની અંદર સિક્યોરિટી ચેક બાદ પહેલા માળે તિરંગાની પાંખો ધરાવતો સેલ્ફી બૂથ બનાવવામાં આવ્યો છે. અને મુસાફરો સેલ્ફી લઈ આઝાદીના અમૃત મોહત્સવ માજા માણી રહ્યા છે. મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પર શ્રેષ્ઠ અનુભવ મળી રહે તે માટે સ્વતંત્રતા દિવસ પહેલા અને પછી હાઈ ટ્રાફિક વીક દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે. જેમાં લાર્જર ધેન લાઈફ ડેકોરેશન અને થીમેટિક ઇન્સ્ટોલેશન્સ મુસાફરોને ખુબ જ પસંદ આવી રહ્યું છે.

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે એરપોર્ટની શોભામાં અભિવૃદ્ધિ અર્થે બન્ને ટર્મીનલ બિલ્ડીંગ્સ અને એપ્રોચ રોડને પણ રોશનીથી ડેકોરેટ કરવામાં આવ્યા છે. એટલુ જ નહિં રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપનાર વીરોને યાદ કરવા ખાસ વ્યવસ્થા કરી છે.

અમદાવાદ એરપોર્ટ રોજના 20 હજારથી વધુ મુસાફરોની અવર જવર થઈ રહી છે અને રજાના માહોલમાં લોકો ફરવા જઈ રહ્યા છે. એટલે રજાના માહોલને લઈ પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે એરપોર્ટને તિરંગની થિમથી શણગારેલુ જોતા મુસાફરો ખુશ થઈ રહ્યા છે અને સેલ્ફી પોઇન્ટમાં ફોટો ખેંચી યાદગાર ક્ષણને કેમેરામાં કેદ કરી રહ્યા છે અને સોશ્યિલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.