સામાન્ય રીતે પત્ની પર માનસિક તેમજ શારિરીક ત્રાસ ગુજારવામાં આવતો હોવાના કિસ્સા સામે આવે છે. ત્યારે પરિણતાઓ ના છૂટકે પોલીસના શરણે જાય છે અને ન્યાય માટે કોર્ટમાં જઈને ન્યાય માંગેછે. પરંતુ જોકે પતિ પત્ની વચ્ચે નાની મોટી રકજક અને હસી મજાક તો થતી જ હોય છે. ત્યારે આવી જ એ ઘટનામાં સુરતની કોર્ટે ચોંકાવનારો ચૂકાદો આપ્યો છે જેમાં એક મહિલાએ કોર્ટમાં ફેમિલી તેની મજાક મસ્તી અને ત્રાસ આપતા હતા એવી ફરિયાદ નોંધાવી અને કોર્ટે આ ફરિયાદ પર ચુકાદો સંભળાવ્યો છે.

નાની-નાની બાબતે આપતા હતા ત્રાસ
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના વીઆઇપી રોડ વિસ્તારમાં રહેતી મનિષા પટેલાના લગ્ન તા. 30-04-2012ના રોજ મહેશ પટેલ સાથે થયા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ મહેશભાઇના પરિવારજનો દ્વારા નાની-નાની બાબતે તેમજ કરિયાવરમાં ઓછી વસ્તુઓ લાવી હોવાની કહીને ત્રાસ આપતા હતા. આ ઉપરાંત મહેશભાઇના પરિવારજનોએ શ્રીમંતના પ્રસંગ દરમિયાન પણ તેણી સાથે ઝઘડો કર્યો છે.

પેશાબનું ઇન્ફેકશન થયું ત્યારે પણ સાસરિયાઓએ હેરાન કરી
મનિષાને સંતાનમાં એક પુત્રીનો અવતરી હતી. જો કે, તેણીને પેશાબનું ઇન્ફેકશન થયું ત્યારે પણ સાસરિયાઓએ હેરાન કરી હતી. તેઓ મનિષાને નાની નાની બાબતોમાં હેરાન પરેશાન કરીને તેણીની હાંસી ઉડાવતા હતા અને ગરીમા પણ જાળવતા નહતા. આખરે મનિષાબેન દ્વારા વકીલ પ્રીતિ જોષી મારફતે સુરતની ફેમિલી કોર્ટમાં કેસ નોંધ કરીને ભરણપોષણ માંગવામાં આવ્યું હતું.

પત્નીની હાંસી ઉડાવે તે પણ હિંસા જ ગણાય
આ અનુસંધાને કોર્ટે આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લેતાં ચૂકાદો આપતાં કહ્યું હતું કે પત્નીની હાંસી ઉડાવે તે પણ એક હિંસા જ ગણાય. સ્ત્રીની ગરીમાનું અપમાન, માનભંગ કે સન્માન તોડે તો તેને પણ એક જાતિય હિંસા જ કહેવાય છે. જેથી સુરતની કોર્ટે પત્નીની હાંસી ઉડાવનાર મહેશને દર મહિને રૂા.7 હજારનું ભરણપોષણ ચૂકવવા આદેશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.